13 કરોડનું મશિન વસાવ્યું પણ MRI કરાવવો હોય તો પ્રાઈવેટમાં જવાનું! સરકારી રૂપિયાનો ઉંધો વહિવટ સમજો...


  • Published By :
  • Published Date : 2024-02-14 14:37:35

થોડા દિવસ પહેલા રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પહેલા જામનગર અને પછી રાજકોટ. રાજકોટમાં પ્રાઈવેટ હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા સારવાર માટે ખસેડાયા. તેમનું સ્વાસ્થ્ય સુધારા પર છે. આ ઘટનાની સાથે સાથે એક બીજી ઘટના પ્રકાશમાં આવી. જામનગરમાં જે સરકારી હોસ્પિટલમાં રાઘવજી પટેલને રાખવામાં આવ્યા હતા ત્યાં એમઆરઆઈ મશીન બંધ હતું. અંદાજીત 13 કરોડના ખર્ચે મશિન હોસ્પિટલમાં વસાવવામાં આવ્યું હતું પરંતુ તે બંધ હાલતમાં હતું જ્યારે હોસ્પિટલને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ટેકનિકલ ખામીને કારણે મશીન બંધ છે.

13 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા MRI Machine! 

હોસ્પિટલ દ્વારા એવું જણાવવામાં આવ્યું કે સરકારે એક ખાનગી રેડિયોલોજી ડિપાર્ટમેનન્ટ સાથે એમઓયુ કરેલા છે. સમજોતા હેઠળ જ્યારે કોઈને ત્યાં રિફર કરવામાં આવે છે ત્યારે તે ફ્રીમાં એમઆરઆઈ કરે છે. જી.જી.હોસ્પિટલમાં એમઆરઆઈ મશીન એક વર્ષ પહેલા આવ્યું એ પણ 13 કરોડના ખર્ચે. એમઆરઆઈ મશીનને ઈન્સ્ટોલ કરવામાં આવે તે બાદ તે અનેક વર્ષો સુધી ચાલતું હોય છે. 13 કરોડ રૂપિયા સરકારે ખર્યા છે. એટલે એ એમઆરઆઈ મશીન ચાલવું જ જોઈએ. જો નથી ચાલતું તો સરકારની જવાબદારી છે કે મશીન કેમ નથી ચાલતું તે જાણે. ટેક્નિશિયનને લાવીને રિપેર કરે. 


સરકારે કર્યો છે એમઓયુ!

એમઆરઆઈ માટે દર્દીને ભલે પૈસા નહીં આપવા પડતા હોય જ્યારે તે કોઈ બીજા જગ્યાએ જાય છે. પણ એ જે રેડિયોલોજી કંપની છે તે શું એટલી દાનવીર કંપની છે કે પૈસા નથી લેતા? તો જવાબ છે ના... દર્દીને ભલે પૈસા નથી આપવા પડતા પરંતુ એમઓયુ હેઠળ સરકાર તે કંપનીને પૈસા ચૂકવે છે. જેની સાથે કોન્ટ્રાક્ટ થાય છે તેને પૈસા ચૂકવવામાં આવે છે. સરકાર 13 કરોડનું મશીન પણ લાવે છે, પ્રાઈવેટ વાળાને પણ પૈસા આપે છે. મશીન હોવા છતાંય કોઈ બીજી જગ્યાએ જઈ રિપોર્ટ કરાવો પડતો હોય છે. બીજી જગ્યાએ સરકારે પૈસા ચૂકવવા પડતા હોય છે તો તે પૈસા સરકાર ના નથી તે પૈસા આપણા છે! સરકારના પૈસા આવી રીતે જ્યારે જ્યારે બરબાદ થાય છે ત્યારે તે પૈસા સરકારી નાણા કોઈ મંત્રીઓના ખિસ્સામાંથી નથી જતા પરંતુ તે આપણા પૈસા છે. 


બજેટ નાગરિકોના પૈસા પરથી બને છે!

આરોગ્ચ પાછળ વિશાળ બજેટ ફાળવવામાં આવે છે તે ફળવાયેલા પૈસા આપણા ટેક્સમાંથી આવે છે! સરકાર પાસે વિશાળ બજેટ હોય છે તેના નાણા આપણા પૈસામાંથી આવે છે. આપણે નાણા તેમને સાચવવા આપીએ છીએ, એવી આશા સાથે આપીએ છીએ કે તે પૈસાથી આપણને સારૂં શિક્ષણ મળશે, સારૂં સ્વાસ્થ્ય મળશે..!પ્રજાના નાણાનું વ્યવસ્થિત રીતે પ્લાનિંગ થાય, તે પૈસા સારી રીતે મેનેજ થાય તે સરકારની જવાબદારી છે. પૈસા મળ્યા બાદ સરકારના નેતાઓ સમજે છે કે તે ગમે તે કરી શકે છે. 


13 દિવસ કરતા વધારે દિવસ મશીન બંધ હતું! 

જામનગરનું નસીબ જોવું કે આટલું વિકસીત શહેર હોવા છતાંય એક વર્ષ પહેલા આવેલું 13 કરોડનું મશીન બંધ હાલતમાં પડ્યું છે. 13 દિવસથી વધારે દિવસો થઈ ગયા મશીનને બગડે તો પણ હજી સુધી રિપેર નથી કરવામાં આવ્યું. આ તો મંત્રી હતા પ્રાઈવેટ હોસ્પિટલના ખર્ચને ઉઠાવી શકતા હતા પરંતુ સામાન્ય માણસની, ગરીબ પરિવારમાં આવતો માણસ પ્રાઈવેટ હોસ્પિટલના ખર્ચાને ના ઉપાડી શકે. અપેક્ષા એટલી કે નાગરિકને લગતા પ્રાઈમરી મુદ્દાઓ છે તેને સરકારી લોકો ગંભીરતાથી લે... 



ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઇને એક ખુબ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં થોડાક દિવસો પહેલા , ઘોઘા તાલુકાના વાળુકડ ગામે લાલા રબારી નામના યુવકનો નિર્દયતા પૂર્વક જીવ લઇ લેવામાં આવ્યો હતો. આ પછી , ઘટનાના ફૂટેજ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થયા હતા. જેનાથી સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ જામી ગયો હતો. હવે પોલીસ દ્વારા આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમને વાળુકડ ગામ ખાતે પંચનામું કરવા માટે લાવવામાં આવ્યા છે. જ્યાં તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે.

રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.