આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

બીજા વિશ્વયુદ્ધ પછીનું સૌથી ભયંકર યુદ્ધ યુરૉપમા ચાલી રહ્યું છે. આ રશિયા યૂક્રેન યુદ્ધને અટકાવવામાં ડોનાલ્ડ ટ્રમ્પના પ્રયાસો પર રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન પાણી ફેરવી રહ્યા છે. તો હવે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક નવો રસ્તો અપનાવવામાં આવ્યો છે જે અંતર્ગત અમેરિકાએ હવે રશિયન ઓઇલ કંપનીની વિરુદ્ધમાં પ્રતિબંધો લગાવી દીધા છે. આ વિશેની જાણકારી , ડોનાલ્ડ ટ્રમ્પએ પોતાના ટ્રુથસોશ્યલ એકાઉન્ટ પર આપી છે. તે અંતર્ગત તેમના દ્વારા એ દાવો પણ કરવામાં આવ્યો છે કે , રશિયન ઓઇલ કંપની રશિયાને સીઝફાયર કરવા માટે ગુહાર લગાવી રહી છે. તો હવે ડોનાલ્ડ ટ્રમ્પએ આ સમગ્ર મામલે ભારત પર નિવેદન આપ્યું છે જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે , ' 'ભારતે મને આશ્વાસન આપ્યું છે કે હવે તેઓ રશિયાથી ઓઈલ નહીં ખરીદે. તેઓ અચાનક જ ઓઈલ ખરીદવાનું બંધ ના કરી શકે, આ એક લાંબી પ્રક્રિયા છે. પણ વર્ષના અંત સુધીમાં ભારતમાં રશિયાથી આવતા ઓઈલનું પ્રમાણ નહિવત થઈ જશે. ચીનને લઈને મોટું નિવેદન આપતા ટ્રમ્પે કહ્યું, કે 'બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.'

એક દિવસ અગાઉ વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણીમાં પણ ટ્રમ્પે ભારત રશિયાથી ઓઈલ ખરીદવાનું બંધ કરી દેશે તેવો દાવો કર્યો હતો. જોકે આ મુદ્દે ભારત તરફથી કોઈ સત્તાવાર જવાબ આપવામાં આવ્યો નહોતો. PM મોદીએ એક્સ પર પોસ્ટ કરી દિવાળીની શુભેચ્છાઓ માટે આભારવિધિ કરી હતી. વાત કરીએ , ચાઇનાની તો , ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર , ચાઇનાએ આડેહાથ લેવાનું નક્કી કર્યું છે. જો ચાઈના સાથે નવેમ્બરની ૧લી તારીખ સુધીમાં , કોઈ ડીલ કરવામાં નઈ આવે તો , US ચાઈના પર ૧૫૫ ટકા જેટલો ટેરિફ લગાવી દેશે. આવતા અઠવાડીએ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ મલેશિયા , સાઉથ કોરિયા અને જાપાનના પ્રવાસે જઈ રહ્યા છે. સાઉથ કોરિયામાં તેઓ ચાઇનાના રાષ્ટ્રપતિ ક્ષી જિંગપિંગને પણ મળી શકે છે.






.jpg)








