અમદાવાદમાં નીકળી ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા, રસ્તાઓ ગુંજી ઉઠ્યા જય જગન્નાથના નાદથી


  • Published By :
  • Published Date : 2023-06-20 08:41:26

અષાઢી બીજના દિવસે દેશના અનેક રાજ્યોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. ભક્તોને દર્શન આપવા ભગવાન સામે ચાલીને આવે છે. પૂરીમાં નીકળતી જગન્નાથજીની રથયાત્રા દેશની સૌથી મોટી રથયાત્રા છે. તે બાદ બીજા નંબરે અમદાવાદમાં નીકળતી રથયાત્રા આવે છે. રથયાત્રાને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. મંદિરમાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડતું હોય છે. રથયાત્રા દરમિયાન જય રણછોડ માખણ ચોર, મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે, જય જગન્નાથના નારાથી મંદિર તેમજ અમદાવાદના રસ્તાઓ ગુંજી ઉઠ્તા હોય છે.

 


ગજરાજ કરે છે રથયાત્રાની આગેવાની 

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નિકળી રહી છે. પોતાની બહેન તેમજ ભાઈ સુભદ્રા સાથે ભગવાન નગરચર્યાએ નીકળ્યા છે. રથયાત્રાની આગેવાની ગજરાજ કરતા હોય છે. તે બાદ ભજન મંડળી, ટ્રક તેમજ અખાડાઓ આપણું ધ્યાન પોતાની તરફ ખેંચતા હોય છે.  આજની આ રથયાત્રામાં 18 જેટલા શણગારેલા ગજરાજો છે, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 જેટલી ટ્રકો છે. 30 જેટલા અખાડા છે, 18 જેટલી ભજન મંડળીઓ ભગવાનના ગુણગાશે, 1200 જેટલા ખલાસીઓ ભગવાનના રથને ખેંચે છે. 


નવનિર્મિત રથમાં સવાર થઈ ભગવાન નીકળ્યા નગરચર્યાએ

તે સિવાય 2000 જેટલા સાધુ સંતો પણ રથયાત્રામાં જોડાયેલા છે. 30 હજાર કિલો જેટલા મગ, 500 કિલો જેટલા જાંબુ, 400 કિલો જેટલી કાકડી તેમજ દાડમના પ્રસાદને ભક્તો વચ્ચે વહેંચવામાં આવશે. અનેક વર્ષો બાદ ભગવાન નવનિર્મિત રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા છે. ભાઈ બલરામ તાલધ્વજ નામના રથમાં બિરાજ્યા છે. બહેન સુભદ્રા દેવદલન નામના રથમાં બિરાજ્યા છે જ્યારે ભગવાન જગન્નાથ નંદીઘોષ નામના રથ પર આરૂઢ થઈ નગરચર્યાએ નીકળ્યા છે.    




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે