પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને અનેકો ભેટ આપી હતી. તેમાં મુખ્ય હતી મેટ્રો ટ્રેન અને વંદે ભારત ટ્રેન. નવરાત્રી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. ટ્રેનને શરૂ થયે હજી અઠવાડીયું પણ નથી થયું અને ટ્રેનને અકસ્માત નડ્યો છે. બે ભેંસો ટ્રેન આગળ આવી જતા ગંભીર અકસ્માત સર્જાયો છે. ભેંસ અથડાતા ટ્રેનના આગળના ભાગને મોટુ નુકસાન થયું છે.

આજે બપોરે વટવા-મણિનગર વચ્ચે આ ટ્રેનને અકસ્માત નડ્યો હતો. આશરે 11 વાગ્યાની આસપાસ ભેંસ ટ્રેન સાથે ભટકાઈ હતી. જેને કારણે 10 મિનિટ માટે ટ્રેનને રોકી દેવામાં આવી હતી. થોડા સમય રોકાયા બાદ ટ્રેનને સમય પ્રમાણે ફરી શરૂ કરી દેવામાં આવી હતી.
                            
                            





.jpg)








