આપના ઉમેદવારની ગાડીમાંથી 20 લાખની ચોરી થતા ઉઠ્યા અનેક પ્રશ્ન, ઈન્કમ ટેક્ષ વિભાગ કરશે આ મામલે તપાસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 10:20:23

વિધાનસભા ચૂંટણીને લઈ પ્રતિદિન ગુજરાતમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે. કોઈને કોઈ નવો વળાંક સામે આવી રહ્યો છે. આમ આદમી પાર્ટી સતત વિવાદમાં ઘેરાઈ રહી છે. હજી તો ગોપાલ ઈટાલિયાના વિડીયોનો મામલો શાંત નથી પડ્યો ત્યારે બીજો એક વિવાદ છેડાઈ ગયો છે. આમ આદમી પાર્ટીના બારડોલી વિધાનસભા ઉમેદવાર રાજેન્દ્ર સોલંકીની ગાડીમાંથી 20 લાખની ચોરી થતા અનેક પ્રશ્ન ઉઠી રહ્યા છે કે આ પૈસા ક્યાંથી આવ્યા છે. જેને લઈ રાજકારણ ફરી ગરમાયું છે.   

ઈન્કમ ટેક્ષ વિભાગ કરશે આ મામલાની તપાસ

પ્રાપ્ત થતી વિગતો અનુસાર બારડોલીમાં ગાડીના કાચ તોડી, ગાડીમાં રહેલી બેગની ચોરી કરવામાં આવી હતી. બેગ લઈને ફરાર થયેલા બાઈક સવાર શખ્સોને રોકવા એક વ્યક્તિએ તેમનો પીછો કર્યો. તેમનો પીછો થતાં બાઈક ચાલકોએ પૈસાથી ભરેલું બેગ રસ્તા પર ફેંકી દીધું હતું. બેગ ફેંકી દેતા પીછો કરનાર શખ્સે બેગને નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરવી દીધું હતું. તપાસ કરાતા આ ગાડી આપના ઉમેદવારની હતી તેવું સામે આવ્યું હતું. રાજેન્દ્ર સોલંકીએ પણ આ અંગે પોલીસ ફરિયાદ કરાવી હતી 20 લાખ જેટલી રકમ મળી આવતા ઈન્કમ ટેક્ષ વિભાગને જાણ કરી દેવામાં આવી હતી. અને હવે આ ઈન્કમ ટેક્ષ વિભાગે તપાસ શરૂ કરી દીધી છે ચર્ચાઓ મુજબ ચૂંટણીમાં આ પૈસાનો ઉપયોગ કરી શકાય તે માટે દિલ્હીથી આ નાણાં મોકલવામાં આવ્યા હતા..


વધી શકે છે આપની રાજેન્દ્ર સોલંકીની મુશ્કેલીઓ 

20 લાખ રૂપિયા પરત મળતા રાજેન્દ્ર સોલંકીની ચિંતામાં ઘટાડો થયો હતો. પરંતુ આ મામલે હવે ઈન્કમ ટેક્ષ વિભાગ તપાસ કરી રહી છે. આ પૈસા ક્યાંથી આવ્યા તેનો કોઈ જવાબ નહીં મળે તો રાજેન્દ્ર સોલંકીની તેમજ આમ આદમી પાર્ટીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. 

સી. આર. પાટીલની રેલીમાં ગરબે રમનાર ભાજપના ધારાસભ્યને કોરોના, લોકોએ શું  કહ્યું? - BBC News ગુજરાતી

હર્ષ સંઘવીએ આપી પ્રતિક્રિયા 

આ મામલે હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું કે જે ઉમેદવારે છેલ્લા અનેક વર્ષથી ભરતા. અને 20 લાખ રૂપિયા દિલ્હી આમ આદમી પાર્ટી કાર્યાલયથી અહીં આવે. પૈસાને લઈ સવાલ ઉમેદવારોને કરવો જોઈે તેવી વાત તેમણે કરી હતી.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે