206 વર્ષ જૂના પરંપરાગત ગરબા આ પોળમાં થાય છે !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 16:54:21

નવરાત્રીનો પર્વ એટલે માતાજીની આરાધનાનો તહેવાર , શક્તિની ઉપાસનાનો તહેવાર અને લોકો અલગ અલગ રીતે તેને બનાવે છે .. લોકો માંને રિજવવા અલગ અલગ રીતરહી ગરબા રમતા કે કરતાં હોય છે.

 

ત્યારે અમદાવાદની એક મોળમાં પરંપરાગત રીતે ગરબા થાય છે. જે પરંપરા 206 વર્ષ જૂની છે શાહપુર વિસ્તારમાં આવેલી સદુ માતાની પોળમાં વર્ષોથી નવરાત્રિમાં એક અનોખી પરંપરાનું પાલન કરવામાં આવે છે. અહીં રહેતા પુરુષો સ્ત્રીઓનો વેશ ધારણ કરીને એટલે કે સાડી પહેરીને આઠમની રાતે ગરબે ઘૂમે છે અને નવરાત્રિમાં પણ પરંપરા અકબંધ રહી છે.


 
કયા સમાજઆ પરંપરા જાળવી રહ્યા છે ?

206 વર્ષ જૂનીઆ પરંપરાનું પાલન બારોટ સમાજ કરે છે અહી પોળમાં બારોટ સમાજના પુરુષો આઠમની રાતે મહિલાના કપડાં પહેરીને ગરબા રમે છે. જેમાં તે લોકો માતાની માનતા રાખે છે અને પૂર્ણ થતાં મહિલાના વસ્ત્રો પહરી ગરબે ઘુમે છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે