26/11 Mumbai Attack: ભારતીય ક્રિકેટરોએ શહીદ પોલીસકર્મીઓને આપી શ્રધ્ધાંજલિ, ઈંગ્લેન્ડની ટીમને કેમ યાદ કરાઈ?


  • Published By :
  • Published Date : 2023-11-26 15:27:47

26/11 મુંબઈ, 2008 આ એ તારીખ છે જેને યાદ કરીને આજે પણ દરેક ભારતીયનો આત્મા કંપી જાય છે. આ દિવસને ભારતના ઈતિહાસનો સૌથી કાળો દિવસ માનવામાં આવે છે. આજે પણ મુંબઈના લોકો તે દિવસને યાદ કરે છે ત્યારે રૂંવાડા ઉભા થઈ જાય છે. મુંબઈ પરના આતંકવાદી હુમલાએ સૌને ચોંકાવી દીધા હતા. કેટલાક આતંકવાદીઓ દરિયા માર્ગે મુંબઈમાં ઘૂસી ગયા હતા. આ હુમલામાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાને બરાબર 15 વર્ષ થઈ ગયા છે.


 ઈંગ્લેન્ડની ટીમ ભારતમાં સિરિઝ રમી રહી હતી 


લોકોને આજે પણ મને યાદ છે કે ઈંગ્લેન્ડ ભારતમાં શ્રેણી રમી રહ્યું હતું અને કેવિન પીટરસનની ટીમ આ આતંકવાદી ઘટનાથી હચમચી ગઈ હતી. કેવિન પીટરસનએ તેની આત્મકથામાં પણ આ વિશે લખ્યું છે, પરંતુ આપણે તેમની અને ઇંગ્લેન્ડની ટીમની પ્રશંસા કરવી પડશે, જેણે ભારતમાં વિશ્વાસ જાળવી રાખ્યો અને થોડા સમય પછી પરત આવી અને બાકીની મેચો રમી હતી. આજે ભારતીય ક્રિકેટરોએ આતંકવાદી ઘટનાને યાદ કરી શહીદ થયેલા પોલીસકર્મીઓને સેલ્યૂટ કર્યું હતું.


15 દિવસ પહેલા ઈંગ્લેન્ડની ટીમ તાજ હોટલમાં રોકાઈ હતી


જ્યારે મુંબઈમાં 26/11નો હુમલો થયો ત્યારે કેવિન પીટરસનની કપ્તાનીમાં ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે હતી.  ઈંગ્લેન્ડની  ટીમ આતંકવાદી હુમલા પહેલા 15 દિવસ સુધી તાજ હોટલમાં રોકાઈ હતી. આ ઉપરાંત કેવિન પીટરસન વન ડે સીરીઝ બાદ ફરી એકવાર મુંબઈના તાજ પેલેસમાં રોકાવાનો હતો. કેવિન પીટરસને પોતે પોતાના પુસ્તકમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. જોકે હુમલા બાદ ઈંગ્લેન્ડની ટીમ સ્વદેશ પરત ફરી હતી. પરંતુ બધુ નિયંત્રણમાં આવ્યા બાદ તે ફરી એકવાર ટેસ્ટ સિરીઝ રમવા ભારત આવી હતી. આજે પણ મહાન સુનીલ ગાવસ્કર એ નિર્ણય માટે ઈંગ્લેન્ડની ટીમના વખાણ કરે છે.


26/11ના રોજ ભારતીય ક્રિકેટરોની પ્રતિક્રિયા


હરભજન સિંહ


ભારતીય ટીમના ભૂતપૂર્વ સ્પિનર ​​હરભજન સિંહે એકવાર કહ્યું હતું કે, '26/11ના મુંબઈ હુમલાની વરસી પર પ્રતિબદ્ધતા અને બહાદુરીની અદમ્ય ભાવનાનું સન્માન! આપણી અને માતૃભૂમિની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપનાર નાયકોને હું સલામ અને નમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમની હિંમત આપણને પ્રેરિત કરે છે અને એક કરે છે. 



ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે કહ્યું હતું કે પાકિસ્તાની આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપનારા લોકો હંમેશા આપણી યાદોમાં જીવંત રહેશે. સચિને કહ્યું, '26/11ને મુંબઈ અને ભારતના ઈતિહાસના સૌથી કાળા દિવસોમાંથી એક તરીકે યાદ કરવામાં આવશે. હુમલામાં જીવ ગુમાવનારા લોકો અને પ્રિયજનો હંમેશા અમારી પ્રાર્થનામાં રહેશે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ખરાબ સમયમાં લડનારા તમામ લોકો માટે મને ખૂબ પ્રેમ અને આદર છે. ભલે આપણે તેમનો કેટલો પણ આભાર માનીએ, તે ક્યારેય પૂરતું નથી.



દિગ્ગજ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે કહ્યું, 'આજથી 15 વર્ષ પહેલા આજના દિવસે થયા એક ભયાવહ આતંકવાદી હુમલાએ આપણને હચમચાવી દીધા હતા. ભારત માતાના મહાન પુત્રોમાંના એક, વીર શહીદ તુકારામ ઓમ્બલેએ કસાબને જીવતો પકડવા માટે અનુકરણીય હિંમત અને નિઃસ્વાર્થતા દર્શાવી હતી. આવા મહાન માણસ પર ગર્વ છે.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.