ફ્રાન્સમાં 4 દિવસ રોકાયા બાદ 276 ભારતીયો મુંબઈ પરત ફર્યા, CISFએ એરપોર્ટ પર કરી પૂછપરછ


  • Published By :
  • Published Date : 2023-12-26 18:22:38

માનવ તસ્કરીની આશંકાના પગલે ફ્રાન્સમાં રોકવામાં આવેલું  276  ભારતીયોવાળું પ્લેન મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયું હતું.  ફ્રાન્સમાં 4 દિવસ સુધી પ્લેન રોકવામા આવ્યા બાદ મુસાફરો મંગળવાર સવારે મુંબઈ આવ્યા હતા. આ લોકોએ 25 ડિસેમ્બરની સાંજે પેરિસ કે વાટ્રી એરપોર્ટથી ફ્લાઇટ ભરી હતી. આ પ્લેન મંગળવાર સવારે 4 વાગ્યે મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયું હતું. ફ્રાન્સની એક કોર્ટના આદેશ બાદ ભારતીયોથી ભરેલા પ્લેનને મંજુરી આપવામાં આવી હતી. રવિવારે 4 જજોની બેન્ચે ક્રિસમસની રજાઓમાં પણ સુનાવણી કરતા અટકાયત હેઠળ રાખવામાં આવેલા પેસેન્જરોની પૂછપરછ કર્યા બાદ વિમાનને ઉડાન માટે આદેશ આપ્યો હતો. 


CISFએ કરી પૂછપરછ 


મીડિયા રિપોર્ટ મુજબ આજે સવારે 4:30 વાગ્યે આ ફ્લાઈટ દ્વારા 276 લોકો પરત ફરતા જ એરપોર્ટ પર પહોંચતા જ CISFએ તેમની પૂછપરછ કરી હતી. સાથે જ મીડિયાના સવાલોથી બચવા માટે ઘણા લોકો દોડતા જોવા મળ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આમાંના મોટાભાગના લોકો પંજાબ, ગુજરાત અને દક્ષિણ ભારતના છે. આ પહેલા માહિતી આપવામાં આવી હતી કે આ ફ્લાઈટ સોમવારે બપોરે 2.20 કલાકે ભારતમાં આવશે. રિપોર્ટ અનુસાર કેટલાક લોકો દેશમાં પાછા ફરવા માંગતા ન હતા. જેના કારણે ફ્લાઈટને ટેક ઓફ કરવામાં વિલંબ થયો હતો. આ લોકોએ ફ્રાન્સમાં જ આશ્રયની માંગણી કરી હતી.


શા માટે ફ્લાઈટ રોકવામાં આવી? 


ફ્રાન્સે રોમાનિયન ચાર્ટર કંપની લિજેન્ડ એરલાઇન્સ દ્વારા સંચાલિત ફ્લાઇટને ચાર દિવસ માટે ગ્રાઉન્ડ કરી દીધી હતી. વાસ્તવમાં, 22 ડિસેમ્બરે 303 ભારતીયો સાથે દુબઈથી નિકારાગુઆ માટે ઉડેલું વિમાન ઈંધણ ભરવા માટે  વાટ્રી એરપોર્ટ પર ઉતર્યું હતું. આ સમય દરમિયાન ફ્રાન્સના અધિકારીઓને માહિતી મળી હતી કે માનવ તસ્કરીનો ભોગ બનેલા લોકોને લઈ જવામાં આવી રહ્યા છે, ત્યારબાદ ફ્લાઈટને ટેકઓફ કરવાથી રોકી દેવામાં આવી હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે