વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ ચૂંટાયેલા 3 ઉમેદવારોએ આપ્યું ભાજપને સમર્થન


  • Published By :
  • Published Date : 2022-12-20 14:09:55

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. 182માંથી 156 સીટો પર ભાજપે જીત હાંસલ કરી છે. કોંગ્રેસે 17 સીટો પર, આમ આદમી પાર્ટીએ 5 સીટો પર જીત હાંસલ કરી છે. ઉપરાંત ધાનેરા, બાયડ અને વાઘોડિયામાં અપક્ષ ઉમેદવારની જીત થઈ હતી. ત્યારે અપક્ષ ધારાસભ્યો રાજ્યપાલને મળી વિધીવત રીતે ભાજપને ટેકો જાહેર કરવાના છે. ટેકો જાહેર કરનાર અપક્ષ ધારાસભ્યો ભાજપમાંથી ટિકિટ ન મળતા તેમણે અપક્ષ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વિજેતા બન્યા બાદ ત્રણેય ધારાસભ્યો ભાજપ સાથે જોડાઈ રહ્યા છે. 

Image


Image


Image

Gujarat Assembly : વિધાનસભામાં ભાજપની શક્તિ વધશે, 3 અપક્ષ ધારાસભ્યો કરશે ભાજપને સમર્થન


અપક્ષ ચૂંટાયેલા ધારાસભ્યોએ આપ્યું ભાજપને સમર્થન 

2022માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે તમામ રેકોર્ડ તોડી દીધા છે. 182માંથી 156 સીટો પર ભાજપના ઉમેદવાર વિજયી બન્યા છે. કોંગ્રેસને માત્ર 17 સીટોથી સંતોષ માનવો પડયો છે જ્યારે આપના ફાળે 5 સીટો આવી છે. ભાજપે આ વખતે ગણતરી કરી ટિકિટની ફાળવણી કરી છે. જેને કારણે ટિકિટ ન મળતા અનેકોએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી. 3 ધારાસભ્યોએ અપક્ષ તરીકે જીત હાંસલ કરી છે. ત્રણેય ધારાસભ્યોએ ભાજપને ટેકો જાહેર કર્યો છે. રાજ્યપાલ અને વિધાનસભા અધ્યક્ષને સમર્થન આપતો પત્ર રજૂ કર્યો.  


ભાજપમાંથી ટિકિટ ન મળતા ભર્યું હતું અપક્ષ તરીકે ફોર્મ 

બાયડ પરથી ભાજપે ભીખીબેન પરમારને ટિકિટ આપી હતી જેને કારણે નારાજ થયેલા ધવલસિંહ ઝાલાએ અપક્ષ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જેમાં તેઓ વિજય બન્યા. આવી જ રીતે ધાનેરા બેઠક પરથી ભાજપે માવજી પટેલને ટિકિટ ન આપી હતી. જેને કારણે તેમણે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. અને જીત પણ હાંસલ કરી હતી. વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. ભાજપથી નારાજ થયેલા મધુશ્રીવાસ્તવે પણ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ ધર્મેન્દ્રસિંહ વાઘેલા જીતી ગયા હતા. ત્યારે આજે રાજ્યપાલને મળી ત્રણેય અપક્ષ ધારાસભ્યો ભાજપને સત્તાવાર રીતે ટેકો જાહેર કરવાના છે. આ થવાથી ભાજપનું બળ વધી જશે. ભાજપ પાસે પહેલા 156 સીટો હતી જે વધીને હવે 159 થઈ જશે.     



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે