Rajkotમાં 3 લોકોના મોત થયા હાર્ટ એટેકને કારણે... જો તમને પણ આ લક્ષણો દેખાય તો ચેતી જજો!


  • Published By :
  • Published Date : 2023-11-25 11:04:02

હાર્ટ એટેક...  આ શબ્દ જાણે સામાન્ય બની ગયો હોય તેવું લાગે છે. આ વાક્ય એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે પ્રતિદિન હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. હૃદય હુમલાને કારણે લોકોના મોત થઈ રહ્યા છે. સરેરાશ 2થી 3 લોકોના મોત હૃદય હુમલાને કારણે થઈ રહ્યા છે. રાજકોટથી એવા સમાચાર આવ્યા જેમાં 3 લોકોના મોત એક જ દિવસમાં હાર્ટ એટેકને કારણે થયા છે. જે લોકોના મોત થયા છે તેમની ઉંમર 27 વર્ષ, 46 અને 51 વર્ષ છે. તે ઉપરાંત મહારાષ્ટ્રથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા આવેલા યુવાનનું પણ મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યું છે.


વડોદરામાં વકીલનું થયું હતું હાર્ટ એટેકને કારણે મોત

કોરોનાને કારણે અનેક લોકોના મોત થયા, અનેક પરિવારોનો માળો વિખેરાયો ત્યારે હવે હાર્ટ એટેકને કારણે લોકોના મોત થઈ રહ્યા છે. કોરોના બાદ તો હાર્ટ એટેકના કિસ્સાઓ પ્રતિદિન સામે આવી રહ્યા છે. હાર્ટ એટેક લોકોને ભરખી રહ્યો છે. થોડા સમય પહેલા વડોદરાથી એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં વકીલનું મોત થયું હતું. કેસની સુનાવણી ચાલી રહી હતી તે દરમિયાન વકીલનું મોત થયું. સારવાર મળે તે માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ તેમને ત્યાં હાજર ડોક્ટરે મૃત જાહેર કર્યા. પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી ઉપરાંત વકીલ જગતમાં પણ શોક વ્યાપી ઉઠ્યો હતો.


રાજકોટમાં ત્રણ લોકોના થયા હૃદય હુમલાને કારણે મોત 

રાજકોટથી અનેક વખત હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અનેક રાજકોટવાસીઓએ હાર્ટ એટેકને કારણે પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે. ગઈકાલે ત્રણ લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. મળતી માહિતી અનુસાર રેલનગરમાં રહેતા 27 વર્ષીય યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. તે ઉપરાંત ભારતીનગરમાં 46 વર્ષીય વ્યક્તિનું મોત હૃદય હુમલાને કારણે થયું છે. પાળ ગામથી પણ આવો કિસ્સો સામે આવ્યો જેમાં 51 વર્ષીય આધેડનું મોત થયું છે. આ ત્રણેય વ્યક્તિઓના મોત હાર્ટને કારણે થયા હોય તેવી પ્રાથમિક માહિતી છે. 

યુનિ.માં વિદ્યાર્થીઓને સીપીઆર ટેકનિક શીખવાડતો કોર્સ શરુ કરાશે | msu will  start course on cpr technique for students

શિક્ષકોને અપાશે સીપીઆર ટ્રેનિંગ 

મહત્વનું છે કે વિદ્યાર્થીઓમાં પણ હાર્ટ એટેકના કિસ્સાઓ વધ્યા છે. અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. વિદ્યાર્થીઓમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને ધ્યાનમાં સરકારે પણ લીધા છે. શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવશે. અનેક એવા વીડિયો પણ સામે આવ્યા છે જેમાં સીપીઆર આપીને લોકોના જીવ બચ્યા છે.                

      



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.