કૃષ્ણનગરી દ્વારકામાં 37 હજાર આહીરાણીઓએ મહારાસ રમી ઈતિહાસ રચ્યો, અલૌકિક રાસની પરંપરા ફરી જીવંત બની


  • Published By :
  • Published Date : 2023-12-24 16:42:45

હિંદુઓના પવિત્ર યાત્રાધામ દ્વારકામાં અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠન દ્વારા યાત્રાધામના આંગણે મહારાસનું અતિ ભવ્ય આયોજન કરાયું હતું. કૃષ્ણલીલાના દ્વારકા ખાતેના નોંધપાત્ર પ્રસંગો પૈકી એક એવા બાણાસુરની પુત્રી અને શ્રીકૃષ્ણના પૌત્ર અનિરૂધ્ધજીના પત્ની ઉષાએ તેમના લગ્ન બાદ દ્વારકા ખાતે જે રાસ રમ્યો હતો. તેની સ્મૃતિ રૂપે શ્રીકૃષ્ણના યાદવ કુળના 37 હજાર આહીરાણીઓ રાસ રમીને અલૌકિકરાસના ભવ્ય ભૂતકાળનું પુનરાવર્તન કર્યું હતું. દ્વારકાના સિમેન્ટ કંપનીના વિશાળ પટાંગણમાં નંદધામ પરિસર ખાતે યોજાનારા મહારાસ (ગરબા)માં જોડાવવા માટે વિશ્વભર ખાસ કરીને સૌરાષ્ટ્રના 37 હજારથી વધુ આહીરાણીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. 


શું છે સમગ્ર દિવસ રાઆજનો કાર્યક્રમ 


- સવારે 5 વાગ્યે બ્રહ્મ મુહૂર્તમાં કાર્યક્રમની શરૂઆત...

- દૈવીતત્વોનું આહવાન કરવામાં આવ્યું

- સવારે 7 વાગ્યે આબુથી બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલયના બી.કે.ઉષાદીદી નારી તું નારાયણી” નો સંદેશ

- 8:30 થી 11 વાગ્યા સુધી મહારાસ (ગરબા લેવામાં આવશે)

- સમસ્ત આહીર સમાજ (એકલોહીયા) અલગ અલગ જિલ્લાઓમાંથી પાણીના 24 કળશ લઈને આહીરાણીઓ આવ્યા

- મહારાસ પછી નંદધામ થી દ્વારકાધીશ મંદિર સુધી વિશ્વશાંતિ રેલીનું આયોજન


37 હજારથી વધુ આહીરાણીઓ રાસ રમી


પારંપરિક પહેરવેશ અને માથે નવલખી ચુંદડી અને ગળામાં સોનાના ઘરેણાં પહેરી 37 હજારથી વધુ આહીરાણીઓ માયાભાઈ આહીર, અનિરુદ્ધ આહિર, સભી બેન આહીર, મેક્સ આહીર, ભાવેશ આહીરની તાલે પારંપરિક રાસ રમી રહી છે. ગ્રાઉન્ડની વચ્ચે ધર્મ ધજા અને તિરંગો ફરકાવવામાં આવ્યો છે. સવારે 8 વાગ્યે રાસની શરૂઆત થઈ જે 10:30 સુધી સતત દોઢ કલાક સુધી ચાલ્યો હતો. 2 લાખથી વધુ લોકો આ અલૌકિક નજારો જોવા ઉમટ્યાં હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આહીરાણી મહારાસના આ ઐતિહાસિક આયોજનમાં ફક્ત દેવભૂમિ દ્વારકા કે ગુજરાત જ નહીં, પરંતુ દુબઈ, અમેરિકા, સાઉથ આફ્રિકા, કેનેડા સહિતના વિદેશના આહીરાણીઓ પણ આ રાસોત્સવમાં સહભાગી બની છે.રૂક્ષ્મણીજી મંદિર પાસે 500 એકરના વિશાળ મેદાનમાં યોજાયેલી મહારાસમાં 37 હજાર આહીરાણી 68 રાઉન્ડમાં રાસ લીધો હતો. જેમાં પ્રથમ રાઉન્ડમાં 168 મહિલાઓ રાસ લીધો હતો. ત્યારબાદ ચડતા ક્રમમાં રાઉન્ડ લીધો. અને છેલ્લા 68મો રાઉન્ડ બે કિ.મી.ના ઘેરાવામાં હતો. તેમાં 150 મહિલાઓ રાસ રમી હતી. સાંસદ પૂનમબેન માડમ પણ મહારાસમાં જોડાયા હતા.


  મહારાસ ઉપરાંત આ કાર્યક્રમો પણ યોજાયા


ભગવાન શ્રીકૃષ્ણને કેન્દ્રમાં રાખીને દ્વારકાપુરીમાં આહીરાણી મહારાસના પૂર્વે આહીર સમાજ દ્વારા ગ્રાઉન્ડથી વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી તથા જગત મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ગઈકાલે સાંજે હજારો લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે માટે જુદા જુદા જિલ્લાઓમાંથી આશરે ત્રણથી સાડા ત્રણ હજાર જેટલા સ્વયં સેવકો ખડે પગે હાજર રહ્યા હતા. રૂક્ષ્મણી મંદિર સામે આવેલા વિશાળ ગ્રાઉન્ડમાં આહિર સમાજની મહિલાઓ દ્વારા કાર્યક્રમ સ્થળ પર શ્રીફળ વધેરી અને મેદાનની સાફ-સફાઈ કરાઇ હતી. ગઈકાલે સાંજે આહીર જ્ઞાતિના દાતાઓ, આગેવાનો, યુવાઓ, કાર્યકરોની ખાસ ઉપસ્થિતિમાં પૂજાવિધિનો પ્રારંભ થયો હતો. દ્વારકામાં રુક્ષ્મણી મંદિર નજીક તૈયાર કરવામાં આવેલા વિશાળ પટાંગણમાં ગઈકાલે સાંજે સન્માન સમારોહ, પૂજન-અર્ચન, સમૂહ પ્રસાદ તથા રાત્રે માધાભાઈઆહીર સહિતના કલાકારોના ભવ્ય લોકડાયરા ઉપરાંત આહીર બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલા સોસ્કૃતિક કાર્યક્રમોની રમઝટસાથેના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ગઈકાલ સાંજથી શરૂ થયેલા આહીરાણી મહારાસના કાર્યક્રમના પ્રારંભે આ સ્થળે બિઝનેસ એક્સપો અને હસ્તકલા ઉદ્યોગનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગઈકાલે સાંજે આહીર જ્ઞાતિના દાતાઓ, આગેવાનો, યુવાઓ, કાર્યકરોની ખાસ ઉપસ્થિતિમાં પૂજાવિધિનો પ્રારંભ થયો હતો.  



પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.