ગુજરાતમાં કોરોનાના નોંધાયા 372 કેસ, અમદાવાદમાં સૌથી વધારે નોંધાયા કોરોના કેસ, ઋષિકેશ પટેલે આપ્યું નિવેદન


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-01 19:54:38

ગુજરાતમાં કોરોના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. શનિવારે કોરોનાના 372 નવા કેસ નોંધાયા છે. ફરી એક વખત અમદાવાદમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના 128 કેસ નોંધાયા છે. વડોદરા જિલ્લામાંથી 34, સુરત જિલ્લામાં 35 તેમજ રાજકોટથી 19 કેસ નોંધાયા છે. બનાસકાંઠા જિલ્લામાંથી 14 કેસ નોંધાયા છે. અમરેલી જિલ્લાથી 8 કેસ સામે આવ્યા છે.     


ક્યાં નોંધાયા કેટલા કેસ ?

દેશમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2000થી વધુ કેસ સામે આવ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોના કેસ સતત વધી રહ્યા છે. ગુજરાતમાં 372 કેસ નોંધાયા છે. અમદાવાદમાં આજે પણ સૌથી વધારે કેસ નોંધાયા છે. 128 કોરોના કેસ માત્ર અમદાવાદથી નોંધાયા છે. અમરેલીથી 8 કેસ સામે આવ્યા છે, ખેડાથી 2 કેસ નોંધાયા છે. મહેસાણાથી 27 કેસ આવ્યા છે. મોરબીથી 29 કેસ, પંચમહાલથી એક કેસ સામે આવ્યો છે. કચ્છથી 8 કેસ નોંધાયા છે. બનાસકાંઠાથી 14 કેસ સામે આવ્યા છે. આણંદથી 7 કેસ સામે આવ્યો છે. ભરૂચથી 14 કેસ નોંધાયા હતા. ગાંધીનગર કોર્પોરેશનથી 3 અને ગાંધીનગરથી 5 કેસ સામે આવ્યા છે. રાજકોટ કોર્પોરેશનથી 10 કેસ સામે આવ્યા છે જ્યારે સાબરકાંઠાથી 6 કેસ સામે આવ્યા છે. વડોદરાથી 11 કેસ સામે આવ્યા છે જ્યારે વડોદરા કોર્પોરેશનથી 23 કેસ સામે આવ્યા છે.


શું કહ્યું ઋષિકેશ પટેલે કોરોના કેસને લઈ? 

વધતા કોરોના સંક્રમણ વચ્ચે ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. જેમાં તેઓ કોરોના સાથે જીવવું પડશે તેવું કહી રહ્યા છે. પરિસ્થિતિ કાબુમાં છે, ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે. લોકોને કોરોનાથી ડરવાની જરૂર નથી. લોકોએ કોરોનાની સાથે રહેવાનું છે, ડરવાનું નથી પણ સાવચેત રહેવાની જરૂર છે. વેક્સિન અંગે પણ તેમણે નિવેદન આપ્યું હતું. વેક્સિન અંગે નિવેદન આપતા કહ્યું કે એક સમય એવો હતો જ્યારે કોઈ વેક્સિન લેવા આવતું ન હતું. આપણે વેક્સિનના જથ્થાની માગણી કરી છે. કેન્દ્ર પાસેથી વેક્સિનની માગણી કરવામાં આવી છે. જેમ જેમ વેક્સિનનો ડોઝ આવતો રહેશે તેમ તેમ લોકોને વેક્સિન આપવામાં આવશે.    



લોકસભાની ચુંટણીની તારીખો જાહેર થઈ ગઈ ઉમેદવારોએ પ્રચારની શરૂઆત પણ કરી દીધી છે પણ કોંગ્રેસને હજુ ઘણી બધી બેઠક માટે યોગ્ય ઉમેદવાર નથી મળી રહ્યા આ બધાની વચ્ચે જુનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમા સામે વિમલ ચુડાસમાના પત્નીને ઉતારવની વાત થઈ રહી છે.

જામનગરના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિ વિરૂદ્ધ મહાનગરપાલિકાના સિટી ઈજનેરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સીટિ ઈજનેરને ધાક ધમકી આપવામાં આવી ઉપરાંત ખંડણીની માગ પણ કરવામાં આવી. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

ભાજપમાં કકડાટ જોવા મળી રહ્યો છે ત્યારે પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે વિવાદ છેડાઈ ગયો છે. ક્ષત્રિય સમાજ માટે ટિપ્પણી કરી હતી જે બાદ વિવાદ છેડાઈ ગયો છે. વિવાદ વધતા પરષોત્તમ રૂપાલા દ્વારા માફી પણ માગવામાં આવી પરંતુ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો.

ભરૂચથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં આદિવાસી ભાષામાં કટાક્ષ કરવામાં આવ્યો છે. સાંસદ મનસુખ વસાવાને લઈ વાત કરવામાં આવી છે ગીતમાં... આ બેઠક પર ભાજપે મનસુખ વસાવાને જ્યારે કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કરી ચૈતર વસાવાને ઉમેદવાર બનાવ્યા છે.