કેરળ વિસ્ફોટમાં થયો હતો 4 IEDનો ઉપયોગ, હુમલાના માસ્ટર માઈન્ડ ડોમિનિક માર્ટિનની ચાલી રહી છે પૂછપરછ


  • Published By :
  • Published Date : 2023-10-30 17:00:10

કેરળના એર્નાકુર્લમ શહેરમાં આવેલા એક કન્વેન્શન સેન્ટરમાં રવિવારે થયેલા ભયાનક વિસ્ફોટમાં 3 લોકોના મોત અને 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ બોંબ બ્લાસ્ટ અંગે તપાસ કરી રહેલી તપાસ એજન્સીઓ દાવો કર્યો છે કે આ વિસ્ફોટનો માસ્ટર માઈન્ડ ડોમિનિક માર્ટિન છે. તે ઓનલાઈન માધ્યમથી બોંબ બનાવવાનું શિખ્યો હતો. તપાસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે શરૂઆતના ફોરેન્સિક એનાલીસીસ પ્રમાણે આ વિસ્ફોટ માટે ચાર IEDનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમાં આગ લાગે તેવું ડિવાઈસ પણ લગાવવામાં આવ્યું હતું તે જ રીતે તેને બનાવવા માટે પેટ્રોલનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. 


વિસ્ફોટ માટેનો સામાન જપ્ત 


તપાસ એજન્સીઓએ ઘટના સ્થળેથી બેટરી, તાર અને મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. તપાસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જે ટિફિનમાં IED બોંબ રાખવામાં આવ્યો હતો તે હજુ સુધી  મળ્યું નથી. અધિકારીઓ હજુ આ દિશામાં તપાસ ચલાવી રહ્યા છે અને કન્વેન્શન સેન્ટરની પણ તપાસ કરવામાં આવશે. અધિકારીઓ આ હુમલાના માસ્ટર માઈન્ડ ડોમિનિક માર્ટિનની પણ પૂછપરછ કરી રહ્યા છે. માર્ટિન દુબઈમાં કોઈ ફેક્ટરીમાં કામ કરતો હતો. તેને ઈલેક્ટોનિક ઈક્વિપમેન્ટની જાણકારી હતી. માર્ટિને તેનો ગુનો કબૂલી લીધો છે.  



કેન્દ્રને રિપોર્ટ સોંપવામાં આવશે 


બોંબ વિસ્ફોટની તપાસ કરી રહેલી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને નેશનલ સિક્યુરીટીગાર્ડ (NSG)ને સ્થાનિક પોલીસ તપાસમાં મદદ કરી રહી છે. આ તપાસનો રિપોર્ટ કેન્દ્ર સરકારનો સોંપવામાં આવશે. ઉલ્લેખનિય છે કે રવિવારે બે મહિલાઓનું મોત થયું હતું જ્યારે એક બાળકી ગંભીર રીતે ઘાયલ થતા તેને વેન્ટીલેટર પર રાખવામાં આવી હતી જેનું સોમવારે મોત થયું હતું. હુમલામાં ઘાયલ થયેલા પૈકીના કેટલાકની હાલત ગંભીર છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે