તહેવારોની સિઝન પહેલા Botadથી ઝડપાયું 400 લીટર નકલી દૂધ, જુઓ કેવી રીતે બનાવામાં આવ્યું નકલી દૂધ?


  • Published By :
  • Published Date : 2023-10-20 16:33:42

નકલી..... નકલી... નકલી..... કોઈ વખત નકલી ઘી મળી આવે છે તો કોઈ વખત નકલી પનીરનો જથ્થો મળી આવે છે. તહેવારની સિઝન શરૂ થવાની છે. દિવાળીના સમય દરમિયાન લોકો બહારથી જમવાનું લાવતા હોય છે, નાસ્તો પણ લાવવામાં આવતો હોય છે, મીઠાઈ પણ બહારથી લોકો લાવતા હોય છે. પરંતુ બહારથી લાવવામાં આવતી ખાદ્ય વસ્તુઓ જીવ માટે જોખમી સાબિત થતી હોય છે. ખાદ્ય વસ્તુમાં અનેક વખત ભેળસેળ કરવામાં આવે છે, તેવો રિપોર્ટ અનેક વખત આપણી સામે છે. અનેક વખતે ખાદ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવે છે જે પરીક્ષણમાં ફેલ થઈ જતા હોય છે. ત્યારે બોટાદથી નકલી દૂધ ઝડપાયું છે. 10 કે 20 લીટર નહીં પરંતુ 400 લીટર નકલી દૂધ ઝડપાયું છે.

ભેળસેળિયા બેફામ: તમે નકલી દૂધ તો નથી પીતા ને? 400 લિટર બનાવટી દૂધ ડેરીમાં  ભરવાનો હતો કારસો, પોલીસે લાઈવ ડેમો પણ કરાવ્યો | Confused: You don't drink  fake milk do ...

બોટાદમાંથી ઝડપાયું 400 લીટર નકલી દૂધ

દૂધને આપણે આરોગ્યવર્ધક માનીએ છીએ. દૂધથી આપણને સારું આરોગ્ય પ્રાપ્ત થાય છે એવું માનીએ છીએ. દૂધથી જ આપણા દિવસની શરૂઆત થતી હોય છે. ચાથી અથવા તો કોફી પીધા બાદ આપણે ફ્રેશ ફીલ કરીએ છીએ. પરંતુ એ દૂધ જ નકલી હોય તો? નકલી દૂધ હોવાને કારણે શરીર પર ગંભીર અસર થતી હોય છે. અનેક વખત આપણને સમાચાર મળે છે કે આજે આ જગ્યાએથી આ ખાદ્યપદાર્થનો નકલી જથ્થો ઝડપાયો, ત્યારે બોટાદથી 400 લીટર નકલી દૂધ પકડાયું છે. મિલ્ક પાવડર અને પાણીના ઉપયોગથી નકલી દૂધ બનાવવામાં આવતું હતું. બોટાદ ક્રાઈમ બ્રાન્ચે જિલ્લાના રાણપુર તાલુકાના બુબાવાવ ગામમાંથી નકલી દૂધ પકડાયું છે.



સેમ્પલ મોકલાયા લેબોરેટરીમાં  

હકીકતમાં બોટાદ એલસીબીએ મળેલી બાતમીના આધારે બુબાવાવ ગામમાં જેજેરામ સંતરામભાઈ ગોંડલિયાને ત્યાં દરોડા પાડ્યા હતા. તે દરમિયાન દૂધમાં મિલાવટ થતી હોય તેવી વાત સામે આવી છે. દૂધમાં ભેળસેળ કરવામાં આવતી હોવાની વાત ,સામે આવતા ત્વરીત કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે મામલતદાર રાણપુર તેમજ ભાવનગરના ખોરાક અને ઔષધ નિયમન તંત્રને આ અંગેની જાણકારી આપવામાં આવી છે. સેમ્પલના ટેસ્ટ કરાવા માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા.


બનાવટી દૂધ કઈ ડેરીમાં મોકલાયું તે અંગે કરાઈ છે તપાસ 

પ્રાથમિક માહિતી અનુસાર નકલી દૂધ વનસ્પતિ તેલ ઉમેરીને બનાવવામાં આવતું હતું. મિલ્ક પાવડરને મિક્સ્ચરમાં મિક્સ કરીને તેમાં વનસ્પતિ તેલ ઉમેરવામાં આવતું હતું. તપાસ દરમિયાન પોલીસને 400 લીટર નકલી દૂધ ઉપરાંત 91520 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ ભેળસેળવાળું દૂધ કઈ ડેરીમાં મોકલવામાં આવ્યું છે તે અંગે પણ તપાસ થઈ રહી છે. 



ખાદ્યપદાર્થોમાં ભેળસેળ જીવન માટે જોખમી છે 

મહત્વનું છે કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરવામાં આવતી હોય તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. જ્યારે તપાસ કરવામાં આવે છે ત્યારે અનેક એવા કિસ્સાઓ આપણી સામે છે જેમાં નકલી વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. નકલી વસ્તુને જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે તેનો ટેસ્ટ એકદમ ઓરિજિનલ લાગે છે અથવા તો ઓરિજિનલ કરતા પણ વધારે સારો લાગે છે. નકલી વસ્તુઓ વેચી વધારે પૈસા કમાવાની લાલચ અનેક વખત બીજા લોકો માટે જીવલેણ સાબિત થતી હોય છે.    



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.