Loksabhaના વધુ 49 સાંસદોને કરાયા સસ્પેન્ડ, નિલંબિત થયેલા સાંસદોને આંકડો પહોંચ્યો 141 પર


  • Published By :
  • Published Date : 2023-12-19 14:33:38

સંસદમાં શિયાળા સત્રમાં ભારે હોબાળો થઈ રહ્યો છે. સુરક્ષા ચૂક બાદ લોકસભામાં વિપક્ષી સાંસદો સતત હોબાળો કરી રહ્યા છે. હજી સુધી 92 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારે આજે પણ વધુ 49 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે જ નિલંબિત થયેલા સાસંદોનો આંકડો 141 પર પહોંચ્યો છે. 

49 સાંસદોને આજે કરાયા સસ્પેન્ડ

થોડા દિવસ પહેલા લોકસભામાં લોકો ઘૂસી આવ્યા હતા. તે બાદ વિપક્ષી સાંસદો હંગામો કરી રહ્યા છે. ગઈકાલે પણ 92 સાંસદને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારે આજે વધુ 49 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આજે જે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં વી વેન્થિલિંગમ, ગુરજીત સિંહ ઔજલા, સુપ્રિયા સુલે, સપ્તગિરી ઉલાકા, અદૂર પ્રકાશ, અબ્દુલ સમદ સમદાની, મનીષ તિવારી, પ્રદ્યુત બોરદોલોઈ, ગિરધારી યાદવ, ગીતા કોડા, ફ્રાન્સિસ્કો સાર્દિન્હા, જગત રક્ષમ, એસઆર પાર્થિવન, ફારૂક અબ્દુલ્લા, ગણેશ મુર્તિ, એ. , માલા રાય, વેલુસામી, એ ચાંદકુમાર, શશિ થરૂર, કાર્તિ ચિદમ્બરમ, સુદીપ બંદોપાધ્યાય, ડિમ્પલ યાદવ, હસનૈન મસૂદી સહિતના સાંસદોને સમાવેશ થાય છે.     


ચંદ્ર ગોસ્વામી, રવનીત બિટ્ટુ, દિનેશ યાદવ, કે સુધાકરણ, મોહમ્મદ સાદિક, એમકે વિષ્ણુ પ્રસાદ, પીપી મોહમ્મદ ફૈઝલ, સાજદા અહેમદ, જસવીર સિંહ ગિલ, મહાબલી સિંહ, અમોલ કોલ્હે, સુશીલ કુમાર રિંકુ, સુનીલ કુમાર સિંહ, એચટી હસન, એમ ધનુષ કુમાર, પ્રતિભા સિંહ, થોલ થોલમાવલમ, ચંદ્રેશ્વર પ્રસાદ, આલોક કુમાર સુમન, દિલેશ્વર કામતને મંગળવારે એટલે કે આજે લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


141 સાંસદોને હજી સુધી કરાયા છે સસ્પેન્ડ

સંસદની સુરક્ષામાં થયેલી ચૂક મુદ્દે વિપક્ષી સાંસદો હંગામો કરી રહ્યા છે. ગૃહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવી જવાબ આપે તેવી માગ કરી રહ્યા છે. અમિત શાહ આ મામલે જવાબ આપે તેવી માગ તે કરી રહ્યા છે. લોકસભામાં ખુરશીનું અપમાન કરવા બદલ આજે ફરી અનેક સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેમાં કોંગ્રેસના સાંસદ શશિ થરૂર, સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવ અને એનસીપી સાંસદ સુપ્રિયા સુલેના નામ સામેલ છે.કુલ 41 સાંસદોને આજે લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સિવાય રાજ્યસભાના 8 સાંસદોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 141 સાંસદોને સંસદના શિયાળુ સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 18 ડિસેમ્બર સુધી કુલ 92 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.