ભારતમાં 5જી ક્રાંતિ !!!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-01 13:45:42

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રગતિ મેદાન ખાતેથી 5જી સેવાની શરૂઆત કરી છે. ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ 2022ની છઠ્ઠી આવૃત્તિમાં વડાપ્રધાન મોદીએ 5જી સેવા લોન્ચ કરી છે.  પ્રસંગે Bharti Airtel અને Reliance Jio ના ચેરમેન પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે પીએમ મોદી સાથે કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ, ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી, આકાશ અંબાણી, સુનિલ મિત્તલ અને કુમાર મંગલમ બિરલાએ પણ આ પ્રસંગે હાજરી આપી હતી.


Bharti Airtel અને Reliance Jio PM મોદીના લોકસભા ક્ષેત્ર વારાણસી અને ગુજરાતના ગૃહ રાજ્યમાં અમદાવાદમાં 5G મોબાઇલ સેવા શરૂ કરવા જઈ રહી છે. આ સ્થળોએ બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહ્યા હતા.

શું થસે 5Gથી ફાઇદા ?


5Gથી એક મોટો ફાઈદોએ થશે કે તમે હાઈસ્પીડ ઇન્ટરનેટ વાપરી શકશો. અને વિડિયો ગેમીંગ ક્ષેત્રમાં એક આગવો પરિવર્તન લાવશે. હવે વિડિયો  બફર ફ્રી સ્ટ્રીમ કરી શકશે ઉપરાંત ઇન્ટરનેટ કોલમાં જે પ્રોબ્લેમ હતી અવાજ અને વિડિયોની એ પણ હવે નહીં થાય. અને સૌથી મોટી વાત તો એ કે 2 GBનું મૂવી 15 થી 20 સેકેન્ડમાં ડાઉનલોડ થઈ જશે. કૃષિક્ષેત્રમાં ખેતરોની દેખરેખ હેઠળ ડ્રોનનો ઉપયોગ શક્ય બનશે. 


કેવી રીતે મળશે 5G સેવા ?

અત્યારે 5G ઉપયોગ કરવા તમારે કોઈ નવું સીમકાર્ડ લેવા ની જરૂર પડશે નહીં તમે માત્ર તમારા જૂન સીમમાં સેવા શરૂ કરાવી શકશો પરંતુ તમારો મોબાઈલ ફોન 5G સપોર્ટ હોવો જરૂરી છે.માત્ર 5G સપોર્ટ જ નહીં, તેના પર એ બેન્ડ્સ હોવા પણ જરૂરી છે, જેના પર સેવા ઉપલબ્ધ થશે.





ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે