મહારાષ્ટ્રમાં 75,000 સરકારી નોકરીઓની જાહેરાત !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-23 16:52:08


મહારાષ્ટ્ર સરકારે આવનાર એક વર્ષમાં રાજ્યમાં 75,000 સરકારી નોકરી આપવાનું એલાન કર્યું છે .દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, એકનાથ શિંદેના નેતૃત્વ વાળી સરકાર એક વર્ષમાં 75 હજાર સરકારી નોકરી આપશે. ફડણવીસે યુવાનોને 10 લાખ રોજગારી આપવાની પીએમ મોદીની પહેલની પણ પ્રશંસા કરી છે.


દેવેદ્ર ફડણવીસે કહ્યું કે, પીએમ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલ સાથે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના નેતૃત્વમાં અમારી સરકારે પણ નોકરી આપવાનો નિર્ણય કર્યો છે. 75,000 નોકરીઓમાંથી 18,000 જગ્યાઓ પોલીસ વિભાગમાં હશે. આ માટેની જાહેરાત આગામી 5થી 7 દિવસમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.


pmએ શું કરી હતી જાહેરાત !!!


PM મોદીએ કહ્યું તેઓ આગામી દોઢ વર્ષમાં 10 લાખ લોકોને મિશન મોડ પર નોકરીઓ આપશે. બીજી તરફ પીએમ મોદીએ શનિવારે સરકારી નોકરીના 75,000 ઉમેદવારોને અપોઈન્ટમેન્ટ લેટર સોંપ્યા હતા. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર યુવાનો માટે રોજગારની વધુમાં વધુ તક પેદા કરવા માટે અનેક મોર્ચા પર કામ કરી રહી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે