Mahisagarનાં અમેઠી ગામના 75 વર્ષના દાદા બન્યા વરરાજા, વૃદ્ધે લગ્ન કરવાનું વિચાર્યું તો ગામના લોકોએ કરાવી દીધા લગ્ન, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-05-15 18:56:44

કહેવાય છે ને કે એજ ઇસ જસ્ટ અ નંબર અને ઘણી બધી વાર આ લાઇન સાચી પુરવાર થાય તેવા ઉદાહરણો પણ સામે આવે છે.. એવા ઉદાહણો સામે આવે છે જેમાં મોટી ઉંમરના લોકો અદ્ધભૂત રીતે કંઈક કામ કરતાં હોય.. આમ તો સમાજમાં મોટી ઉંમરના લોકો લગ્નનું વિચારે તો બધા એમની મજાક બનાવે કે દાદા આ ઉંમરે તમારે લગન કરી ક્યાં જવું છે? જ્યારે મોટી ઉંમરના વ્યક્તિ આવી વાત કરે તો તેમની લોકો મજાક બનાવે છે પરંતુ મહીસાગરથી એક કિસ્સો સામે આવ્યો જેમાં 75 વર્ષના દાદાએ લગ્ન કર્યા..  

એકલવાયું જીવન જીવતા હતા એટલા માટે...  

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક વૃદ્ધ ની અનોખી ઘટના સામે આવી છે. ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક 75 વર્ષીય દાદાએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. 75 વર્ષની ઉંમરે આવું કરવા પાછળનું કારણ એ હતું કે તેમને જીવન એકલવાયું લાગતું. જીવન અને ઘડપણનો આશરો મળી રહે તે માટે તેમણે લગ્ન કરવાનું વિચાર્યું. 


તમામ કાર્યો તે જાતે કરતા હતા.. 

આખાય ગામની સંમતિથી સાયબાભાઈ ડામોર પોતાનું જીવન નિર્વાહ એકલવાયું જીવન જીવીને ગુજારતા હતા. પોતાની નિત્યક્રિયાઓ પણ તેઓ દરરોજ એકલા હાથે કરતા હતા જમવાથી લઇને તમામ ક્રિયાઓ ૭૫ વર્ષના સાયબા ડામોર પોતાની જાતે કરતા હતા ત્યારે સમાજના કેટલાક માણસોએ તેમના એકલતાનો સહારો અપાવવા અને તેમને કોઈ જમવાનું આ ઉંમરે બનાવી આપે તે માટે તેમના સમકક્ષ પાત્ર સાથે લગ્ન કરાવડાયા.

 


આ આખી કહાની પછી એક કવિતા યાદ આવે છે રાજેન્દ્ર શુકલએ લખ્યું છે કે

ભલે ઝગડીએ,ક્રોધ કરીએ,એકબીજા પર તૂટી પડીએ,

એકબીજા પર દાદાગીરી કરવા, છેલ્લે તો આપણે બેજ હોઈશું.

જે કહેવું હોય એ કહીલે,જે કરવું હોય એ કરીલે,

એકબીજાના ચોકઠા શોધવા છેલ્લે તો આપણે બેજ હોઈશું. 

 

જીવન સાથી સાથે હોય તેનાથી વધારે શું જોઈએ?  

એટલે જીવનમાં જીવનસાથીનો સાથ અને છેલ્લા શ્વાસ સુધી એ આપની સાથે હોય એનાથી વધારે શું જોઈએ તો મહીસાગરના સાયબાને 75 વર્ષે પોતાની સજની મળી છે. તમને આ સ્ટોરી કેવી લાગી અમને કોમેન્ટમાં જણાવો!



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.