તહેવારોની સીઝનમાં કેન્દ્ર સરકારની મોટી ભેટ, નિવૃત કર્મચારીઓને DA બાદ હવે DRમાં પણ વધારો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 16:13:14

દિવાળીના તહેવાર પહેલા 7મા પગાર પંચે કેન્દ્ર સરકારના પેન્શનરોને ખુશખબર આપ્યા છે. તાજેતરમાં, સરકારે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો હતો. આ પછી મોંઘવારી રાહત એટલે કે DR (મોંઘવારી રાહત)માં પણ 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ઘણીવાર એવું જોવા મળે છે કે ડીએ વધવાની સાથે ડીઆર પણ વધે છે. સરકારી પેન્શનરો માટે ડીઆરમાં 4 ટકાનો વધારો 1 જુલાઈ, 2022થી અમલી બનાવવામાં આવ્યો છે. આ રીતે, પેન્શનરો માટે DR હવે 38% થઈ ગયો છે. અગાઉ તે 34 ટકા હતું. પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ દ્વારા આ જાહેરાતની સૂચના જારી કરવામાં આવી છે.


DR 34%થી વધારીને 38% કરવાનો નિર્ણય 


સરકારી પેન્શનરોની સાથે ફેમિલી પેન્શનરો પણ 38% DRનો લાભ લઈ શકશે. 1 જુલાઈ, 2022 થી DR 34% થી વધારીને 38% કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડીઆરની સાથે સરકારે ડીએમાં પણ 4 ટકાનો વધારો કર્યો છે. ડીએ અને ડીઆરમાં વધારાનો લાભ સરકારી કર્મચારીઓ, કેન્દ્ર સરકારના પેન્શનરો અને કેન્દ્ર સરકાર તરફથી ફેમિલી પેન્શનનો લાભ લેનારા લોકોને આપવામાં આવશે.


DRનો લાભ આ લોકોને મળશે



- કેન્દ્ર સરકારના પેન્શનરો સિવાય કેન્દ્ર સરકારના નાગરિક પેન્શનરો/કૌટુંબિક પેન્શનરો કે જેઓ જાહેર ઉપક્રમ અથવા સ્વાયત્ત સંસ્થામાં પોસ્ટ કરવામાં આવ્યા છે.


- સશસ્ત્ર દળોના પેન્શનરો, નાગરિક પેન્શનરો જેમને સંરક્ષણ સેવા અંદાજ દ્વારા ચૂકવવામાં આવે છે.


- અખિલ ભારતીય સેવા પેન્શનરો


- રેલ્વે પેન્શનરો/કૌટુંબિક પેન્શનરો


જે પેન્શનરોને કામચલાઉ પેન્શન આપવામાં આવી રહ્યું છે.


બર્મા નાગરિક પેન્શનરો. કૌટુંબિક પેન્શનરો અથવા પેન્શનરો સિવાયના બર્મા/પાકિસ્તાનમાંથી વિસ્થાપિત સરકારી પેન્શનરો કે જેમના સંબંધમાં આ વિભાગના OM નંબર 23/3/2008-P&PW(B) તારીખ 11.09.2017 દ્વારા આદેશો જારી કરવામાં આવ્યા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે