9 હજાર LRD અને 300 PSIની ભરતી થશેઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી


  • Published By :
  • Published Date : 2022-10-29 20:05:04

આનંદો!  સ્પર્ધાત્મ પરીક્ષાની તૈયારીઓ કરતા લોકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2022ની જેમ ફરીવાર મોટી સંખ્યામાં પોલીસના જવાનોની ભરતી કરવામાં આવશે. આજે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરીને માહિતી આપી હતી કે 9 હજાર જેટલા LRD અને ત્રણ સો જેટલા પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ભરતી કરવામાં આવશે. 


ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, આગામી વર્ષમાં 9 હજારથી વધુ લોક રક્ષક દળ અને નવા પોલીસ સબ ઈન્સપેક્ટરની ભરતી કરવામાં આવશે. 

 

LRD ભરતી બોર્ડના વડા IPS હસમખ પટેલે આજે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે વર્ષ 2022ની ભરતી કરાઈ હતી તેના ફોર્મનું વિતરણ થશે. ગુજરાત આજે પોલીસ અકાદમી ખાતે લોક રક્ષક ભરતીના ઉમેદવારોના પસંદગ પત્ર વિતરણ કરવામાં આવ્યા હતા. 


ચાલુ વર્ષે પણ ગુજરાત સરકારે અંદાજે 700 જેટલા એએસઆઈ અને 300 જેટલા પોલીસ સબ ઈન્સપેક્ટરની ભરતી કરી હતી. આ ભરતીમાં અંદાજે 10 હજાર જેટલા લોક રક્ષક દળના જવાનોની પણ ભરતી કરવામાં આવી હતી. જોકે આગામી વર્ષે પણ જંગી સંખ્યામાં પોલીસ ભરતી કરવામાં આવશે. 

સમાચાર અપડેટ થઈ રહ્યા છે.... 



ગુજરાતમાં આજે લોકસભા બેઠક ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.. સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન યોજાઈ રહ્યું છે... ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું જેને કારણે પાંચ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે...

ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. મતદાનને માત્ર હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. એક વાગ્યા સુધી મતદાતાઓમાં નિરસતા દેખાઈ રહી હતી.. પરંતુ ધીરે ધીરે મતદાનનો આંકડો વધી રહ્યો છે. રાજ્યમાં સરેરાશ મતદાન 47.03 થયું છે.. સૌથી વધારે મતદાન બનાસકાંઠામાં થયું છે..

લોકશાહીના પર્વની ઉજવણી આપણે કરી રહ્યા છીએ.. ગુજરાતમાં મતદાનમાં નિરસતા દેખાઈ રહી છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મતદાનને સમર્પિત રચના..

ઈન્ડિયા ગઠબંધન અને ભાજપના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળવાનો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા છે.. શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો છે કે ગાંધીનગરના વાસણ ગામમાં ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાવામાં આવ્યું છે.