સીટીએમ ડબલ ડેકર બ્રિજ પરથી 12 વર્ષનો વિદ્યાર્થી લગાવાનો હતો મોતની છલાંગ, સમય રહેતા પોલીસે બચાવી લીધો


  • Published By :
  • Published Date : 2023-02-18 11:31:33

રાજ્યમાં આપઘાત કરનારાઓની સંખ્યામાં મોટા પાયે ઉછાળો જોવા મળી રહ્યો છે. નાની ઉંમરે લોકો આત્મહત્યા કરી પોતાના જીવનને ટૂંકાવી રહ્યા છે. ત્યારે થોડા દિવસો પહેલા સીટીએમ ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી એક મહિલાએ પડતું મૂક્યું હતું ત્યારે આજે ફરી એક વિદ્યાર્થી બ્રિજ ઉપરથી મોતની છલાંગ મારવાનો હતો પરંતુ સમય રહેતા તેને બચાવી લેવામાં આવ્યો છે. બાળકને સમજાવી સહીસલામત તેને પોતાના ઘરે પહોંચાડવામાં આવ્યો હતો. 


યુવતીએ થોડા દિવસો પહેલા લગાવી હતી છલાંગ 

અમદાવાદ શહેરમાં જીવન ટૂંકાવવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અલગ અલગ રસ્તાઓ અપનાવી લોકો જીવન ટૂંકાવી રહ્યા છે. થોડા દિવસો પહેલા સીટીએમના ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી યુવતીએ મોતની છલાંગ લગાવી હતી. યુવતીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.


આપઘાત કરતા પહેલા વિદ્યાર્થીને બચાવી લેવાયો 

ત્યારે ફરી એક વખત આપઘાતની ઘટના બનવાની હતી. 7માં ધોરણમાં ભણતા વિદ્યાર્થી સીટીએમના ડબલ ડેકર બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવાનો હતો પરંતુ સમય રહેતા તેને આ પગલું ભરતા અટકાવી દેવામાં આવ્યો હતો. વિદ્યાર્થી આપઘાત કરવા જતો હતો ત્યારે ત્યાંથી પસાર થતા લોકોની નજર પડતા સતત બૂમો પાડી હતી. વિદ્યાર્થીને આપઘાત કરતા પોલીસે બચાવ્યો હતો. 


કેમ આપઘાતનો પ્રયાસ કરાયો તે કારણ અકબંધ   

જ્યારે વિદ્યાર્થીને પકડવામાં આવ્યો તે બાદ તે બૂમો પાડતો હતો મને મરી જવા દો, મારે મરવું છે જેવી બૂમો પાડતો હતો. પોલીસે તેને શાંત રાખ્યો અને સમજાવટ બાદ તેને ઘરે  મોકલી દેવામાં આવ્યો હતો. 12 વર્ષનો છોકરો કયા કારણોસર આ પગલું ભરવાનો હતો તે જાણી શકાયું નથી. પરંતુ ખુશીની વાત એ છે કે તેને બચાવી લેવામાં આવ્યો છે.    




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે