સાવરકુંડલામાં 3 માસના બાળકને સિંહે દબોચી લીધો ,વન વિભાગને માત્ર માથું-પગ મળ્યાં!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-28 19:34:06


અમરેલીમાં સિંહોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે તેમજ એ હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ લટાર મારી રહ્યા છે. ત્યારે ગઈકાલે સાંજે સાવરકુંડલાના ઘનશ્યામનગરમાં શિકારની શોધમાં 3 વર્ષના બાળકને સિંહ ઉઠાવી ગયો હતો. પરિવારજનો સાંજના સમયે વાડીએથી આવી રહ્યા હતા ત્યારે બાળક પણ સાથે જ હતું. આ દરમિયાન પરિવારના સભ્યોની હાજરીમાં નીતિન રાકેશભાઈ મેહડા નામના બાળકને દબોચીને સિંહ લઈ ગયો હતો. સાવરકુંડલા વન વિભાગને ઘટનાની જાણ થતાં તેમનો કાફલો દોડી આવ્યો હતો. વન વિભાગની ટીમે શોધખોળ હાથ ધરતાં મધરાત્રે બાળકનો માથાનો ભાગ અને પગ મળી આવ્યાં હતાં.


વન વિભાગે સિંહને પકડવાની કામગીરી હાથ ધરી છે  !!

સાવરકુંડલાના ઘનશ્યામનગરમાં સિંહે એક 3 વર્ષના બાળકનો શિકાર કરતાં લોકોમાં ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. પરિવારજનોની હાજરીમાં સિંહે બાળકનો શિકાર કર્યો હતો. ધારી ગીર પૂર્વ DCF રાજદીપ સિંહ ઝાલા સહિત સ્થાનિક આર.એફ.ઓ.સહિતના વનકર્મીઓ દ્વારા આ બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જુદા- જુદા વિસ્તારમાં સિંહને પકડવા માટે પાંજરાં પણ ગોઠવી દેવામાં આવ્યાં છે. જોકે સિંહે બાળકને ઉઠાવી દૂર સુધી લઈ ગયો હતો. વન વિભાગને શોધખોળ દરમિયાન માત્ર બાળકના અવશેષો મળી આવ્યા હતા. હજુ સુધી સિંહ પાંજરે પુરાયો નથી, જેને કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે.



સિહો અને અન્ય વન્યપ્રાણી હવે જંગલ છોડી રેવન્યુ વિસ્તારમાં આવી રહ્યાં છે અને અનેક લોકો પર હુમલા કરી રહ્યા હોવાની પણ કેટલીય ઘટનાઓ સામે આવી રહી છે, જેને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે. શિકારની શોધમાં સિંહ, દીપડા સહિતનાં વન્યપ્રાણીઓ રેવન્યુ વિસ્તારમાં આવી રહ્યાં હોવાનું સામે આવ્યું છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે