Patanમાં 41 વર્ષીય યુવાનને આવ્યો Heart Attack, Corona બાદ Heart Attackના કેસમાં ધરખમ વધારો


  • Published By :
  • Published Date : 2023-10-17 12:15:41

છેલ્લા ઘણા દિવસોથી એક સમાચાર તો આવતા હોય છે કે હાર્ટ એટેકને કારણે આજે આટલા લોકોના જીવ ગયા. કોરોના બાદ યુવાનો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે તે સમાચાર અમે પણ તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ. યુવાનો હાર્ટ એેટેકનો ભોગ બની રહ્યા છે તેવી લાઈન અમે લખતા હોઈએ છીએ. ત્યારે ફરી એક આશાવાદ યુવાનનું મોત હૃદય હુમલાને કારણે થયું છે. આજે પાટણથી હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો છે જેમાં 41 વર્ષિય રાજુભાઈ પ્રજાપતિનું મોત બાથરૂમમાં થઈ ગયું છે. ન્હાતી વખતે તેમને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો, ઢળી પડ્યા અને અંતે મોતને ભેટ્યા. આ સમાચાર સાંભળી ન માત્ર પરિવાર પરંતુ સમાજમાં શોકની લાગણી વ્યાપી ઉઠી હતી કારણ કે તેઓ સેવાભાવી સ્વભાવના હતા. 

One more person died of heart attack in the state, a 41-year-old person suffered an attack in Patan રાજ્યમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત, નાની ઉંમરે હાર્ટ એટેકના કિસ્સા વધ્યા


યુવાનો બની રહ્યા છે હાર્ટ એટેકનો શિકાર 

વર્તમાન પળમાં જીવવું એવા વાક્યો આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ. કાળ કોને ભરખી જશે તેની ખબર નથી હોતી. કોઈના મોત અકસ્માતને કારણે થાય છે તો કોઈના મોત હાર્ટ એટેકને કારણે થાય. મૃત્યુ જીવનનું અંતિમ સત્ય છે તેવી વાતો આપણે સાંભળી છે. પરંતુ જ્યારે આપણે આપણા સ્વજનને ગુમાવીએ છીએ ત્યારે દુ:ખ થાય છે. પરિવાર પર આ દુખનું આભ ફાટી પડતું હોય છે. ત્યારે કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધતા જઈ રહ્યા છે. અનેક આશાવાદી યુવાનોએ તો પોતાનો જીવ ગુમાવ્યો છે પરંતુ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ મોતને ભેટી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી એક સમાચાર તો સામાન્ય રીતે સામે આવતા હોય છે જેમાં યુવાનો મોતને હાર્ટ એટેકને કારણે ભેટી રહ્યા છે. કોણ ક્યારે કાળનો કોળિયો બની જશે તે જાણી શકાતું નથી.


41 વર્ષીય રાજુભાઈનું થયું હાર્ટ એટેકને કારણે મોત 

કોઈ ડાન્સ કરતા કરતા તો કોઈ ગરબા કરતા કરતા, કોઈ યોગા કરતા કરતા કે કોઈ ક્રિકેટ રમતા રમતા મોતને ભેટી રહ્યા છે. શાળામાં ભણતા બાળકોના મોત હાર્ટ એટેકને કારણે થયા હોય તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. જામનગરથી થોડા દિવસ પહેલા આવો કિસ્સો સામે આવ્યો હતો. તે ઉપરાંત થોડા દિવસોની અંદર જ હાર્ટ એટેકના અનેક બનાવો આપણી સામે આવી રહ્યા છે. આજે પણ એક યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. પાટણમાં  41 વર્ષીય રાજુ પ્રજાપતિ ખોખરવાડામાં રહેતા હતા. ન્હાવા ગયા ત્યારે તેમની છાતીમાં અચાનક દુખાવો ઉપડ્યો અને મોત થઈ ગયું. અચાનક મોત થવાને કારણે પરિવારમાં તો શોકનો માહોલ જોવા મળ્યો છે ઉપરાંત તે અનેક સેવાકીય કાર્યો સાથે જોડાયેલા હતા જેને કારણે સમાજમાં પણ શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. આની પહેલા પણ અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. 






ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.