Ahmedabadમાં 7 વર્ષની બાળકી બની હવસનો શિકાર, પહેલા શારીરિક અડપલા કર્યા અને પછી...! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-16 14:39:21

ગુજરાતને એકસમયે સેફ રાજ્ય માનવામાં આવતું હતું. એવી પરિસ્થિતિ હતી કે દીકરી જો ઘરેથી નીકળતી તો પરિવારજનોને ચિંતા થતી ન હતી. પરંતુ હવે પરિસ્થિતિ એકદમ અલગ બદલાઈ ગઈ છે. આપણા રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત નથી તેના અનેક ઉદાહરણો સામે આવી રહ્યા છે. બળાત્કારની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. ક્રાઈમની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં હેવાનિયતની તમામ હદ પાર થઈ ગઈ છે. 7 વર્ષીય દીકરી પર પાડોશીએ દુષ્કર્મ આચર્યું છે અને બાળકીને મોતને ઘાટ ઉતારી દીધી છે. વટવા પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. 

ગુજરાતમાં વધુ એક બાળકી ઉપર દુષ્કર્મ કરીને હત્યાની ઘટના, સુરતમાં અઢી વર્ષની  બાળકીનું અપહરણ, બળાત્કાર અને હત્યા કરી હોવાનું પોસ્ટમોર્ટમમાં ...

સાત વર્ષની દીકરી પર આચરવામાં આવ્યું દુષ્કર્મ!

નાની નાની બાળકીઓ લોકોના હવસનો શિકાર બની રહી છે. અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં માસુમ બાળકી પર જબરદસ્તી કરવામાં આવતી હોય છે. અનેક કિસ્સાઓ તો એવા છે જેમાં ઘટનાની જાણ કોઈને થાય નહીં તે માટે બાળકીની હત્યા કરી દેવામાં આવે છે. ત્યારે અમદાવાદથી એક એવી ઘટના સામે આવી છે જે હચમચાવી દે તેવી છે. વટવાથી એક કિસ્સો સામે આવ્યો જેમાં સાત વર્ષની દીકરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર તેના પાડોશી દ્વારા આ દુષ્કૃત્ય કરવામાં આવ્યું છે. અને પછી બાળકીની હત્યા કરવામાં આવી. 


બાળકીએ બૂમો પાડવાની શરૂઆત કરી, આરોપીએ ગળું દબાવ્યું!

સમગ્ર ઘટનાની વાત કરીએ તો બિહારથી વટવા મૃતકનો પરિવાર આવ્યો હતો. મળતી માહિતી અનુસાર મૃતક બાળકીને પોલિયોની બીમારી હતી અને તેની સારવાર કરાવવા માટે પરિવાર અમદાવાદ આવ્યો હતો. આરોપીએ બાળકીને લાલચ આપી તેના ઘરે બોલાવી. જ્યારે બાળકી આરોપીના ઘરે ગઈ હતી ત્યારે તેની સાથે જબરદસ્તી કરવામાં આવી. અડપલા કરાતા બાળકીએ  બૂમાબૂમ કરવાની શરૂઆત કરી. બાળકી બૂમો ના પાડે તે માટે આરોપીએ તેનું ગળું દબાવ્યું. આ દરમિયાન બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડી અને શ્વાસ રૂંધાવાને કારણે તેનું મોત નિપજ્યું. અનેક કલાકો વિત્યા બાદ પણ બાળકી ઘરે ન આવી તો પરિવારજનોએ શોધખોળ કરી. શોધખોળ દરમિયાન બાળકી મૃત હાલતમાં આરોપીના ઘરે મળી. 


આ મામલે પોલીસે હાથ ધરી તપાસ  

જ્યારે બાળકીનો મૃતદેહ મળ્યો ત્યારે બાળકીના કપડા વેરવિખેર હતા અને ગુપ્તાંગમાં પણ ઈજાઓ થયેલી હતી. ઘટનાની જાણ થતા આરોપીની ધૂલાઈ કરવામાં આવી. ઈજાઓ પહોંચતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ પોલીસને કરાતા ઘટના સ્થળ પર પોલીસ પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે