નાની ઉંમરે આદ્યાએ મેળવી મોટી સિદ્ધિ, શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ સપ્તરંગમાં આ ફિલ્મ માટે મેળવ્યો બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ


  • Published By :
  • Published Date : 2024-10-23 18:16:17

ગુજરાતી ફિલ્મો શાનદાર પ્રદર્શન કરી રહી છે.. અલગ કોન્સેપ્ટ સાથે ગુજરાતી ફિલ્મો આવી રહી છે. ના માત્ર ફિલ્મો પરંતુ શોર્ટ ફિલ્મો પણ સારૂં પ્રદર્શન કરી રહી છે.. અમદાવાદ ખાતે શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ સપ્તરંગનું આયોજન કરવામાં આવ્યું હતું... આ ફેસ્ટિવલમાં 277 ફિલ્મો વચ્ચે જંગ જામ્યો હતો જેમાંથી આદ્યા ત્રિવેદીએ તેની ડેબ્યૂ ફિલ્મ મિટ્ટી પાની માટે બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ જીત્યો છે... ઉપરાંત ફિલ્મના કલાકારો કીર્તિ સોની અને શ્રેય મરાડિયાએ શ્રેષ્ઠ મહિલા અને શ્રેષ્ઠ પુરુષ અભિનેતા તરીકેનો એવોર્ડ જીત્યો છે. એમ મિટ્ટી પાનીએ ત્રણ પુરસ્કાર હાંસલ કર્યા છે...    



અમદાવાદ ખાતે કરાયું શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ સપ્તરંગ 

એક સમય હતો જ્યારે દર્શકો માનતા હતા કે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સારી ફિલ્મો નથી આવી રહી... ધીરે ધીરે ઓડિયન્સની આ ફરિયાદ ઓછી થતી ગઈ અને ગુજરાતી ફિલ્મ જગતમાં ફિલ્મો આવવા લાગી અને દર્શકોએ તેનો સ્વીકાર કર્યો.. અનેક એવી ફિલ્મો છે જેને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા છે....  અનેક એવી શોર્ટ ફિલ્મો પણ છે જેણે સારૂં પ્રદર્શન કર્યું છે. ત્યારે શોર્ટ ફિલ્મમાં સારૂં કામ કરનાર ફિલ્મને પ્રોત્સાહિત કરવા માટે સપ્તરંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું.. અમદાવાદ ખાતે યોજાયેલા શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ સપ્તરંગના મુખ્ય અતિથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હતા અને આ ફેસ્ટનું આયોજન 19 અને 20 ઓક્ટોબરે બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં થયું હતું.. 



ઉભરતા ફિલ્મ સર્જકોને આપવામાં આવ્યું માર્ગદર્શન!  

આ ફેસ્ટમાં જાણીતા રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા લેખક અને દિગ્દર્શક ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદી, ગુજરાતી ફિલ્મ દિગ્દર્શક વિજયગીરી બાવા સહિત મોટા ભાગના એક્ટર ઉપસ્થિત હતા. દિગ્દર્શક ર્શકોએ તેમના અનુભવો શેર કર્યા હતા અને ઉભરતા ફિલ્મ સર્જકોને  માર્ગદર્શન આપ્યું હતું.. આ ફેસ્ટમાં મિટ્ટી પાનીએ ત્રણ પુરસ્કાર જીત્યા હતા.. મિટ્ટી પાનીના ડિરેક્ટરની વાત કરીએ તો આદ્યા 20 વર્ષના છે અને તે મુંબઈમાં રહે છે પરંતુ મૂળ તે ગુજરાતના પાલનપુરના છે..



કોને કોને મળ્યો પુરસ્કાર?

મિટ્ટી પાની એ પ્રખ્યાત ગુજરાતી લેખક દોલત ભટ્ટ દ્વારા લખાયેલી ટૂંકી વાર્તા પર આધારિત એક મ્યુઝિકલ શોર્ટ ફિલ્મ છે. ફિલ્મનો સ્ક્રીન પ્લે આદ્યાએ પ્રખ્યાત લેખક મિહિર ભૂતા સાથે લખ્યો છે.  આ ફિલ્મમાં અભિનેતા જયેશ મોરે,કલ્પના ગાગડેકર, કીર્તિ સોની અને શ્રેય મરડિયાએ  અભિનય કર્યો છે. તેમજ ત્રણ ગીતો અને પૃષ્ઠભૂમિ સંગીત અમર ખાંધાનું મૂળ સર્જન છે અને પ્રખ્યાત લેખક પંકજ ત્રિવેદીએ આ ફિલ્મના ગીતો લખ્યા છે. આ ફિલ્મ ડીઓપી અંકિત ત્રિવેદીએ શૂટ કરી છે અને ફૈઝલ મહાડિક દ્વારા સંપાદિત કરવામાં આવી છે.  જમાવટની ટીમે આદ્યા સાથે વાત કરી હતી જેમાં તેમણે એવોર્ડ મળવાથી અત્યંત ખુશ છે... તે પોતાનું કેરિયલ આમાં જ બનાવા માગે છે તેવી વાત કરી હતી..  



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.