લોકસભા ચૂંટણી પહેલા માયાવતીને મોટો ઝટકો, 10 સાંસદો BSP સાથે છેડો ફાડશે


  • Published By :
  • Published Date : 2024-02-21 14:10:04

લોકસભા ચૂંટણી પહેલા દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં પૂર્વ મુખ્યમંત્રી માયાવતીને મોટો ઝટકો લાગી શકે છે. 2019માં યોજાયેલી છેલ્લી લોકસભા ચૂંટણીમાં BSPના સિમ્બોલ પર જીતેલા 10 સાંસદો માયાવતીનો સાથ છોડી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BSPના તમામ સાંસદ અન્ય પાર્ટીઓમાં સામેલ થઈ શકે છે.


સાંસદો અન્ય પાર્ટીના સંપર્કમાં 


લોકસભા ચૂંટણી પહેલા સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભાજપ, સપા અને કોંગ્રેસની નજર BSPના તમામ સાંસદો પર છે. કહેવામાં આવી રહ્યું છે કે માયાવતીની પાર્ટીના 4 સાંસદ બીજેપી, 3 સમાજવાદી પાર્ટી અને 3 કોંગ્રેસના સંપર્કમાં છે. માયાવતીનો ઈરોદા જાણી ગયેલા સાંસદોએ અન્યત્ર શરણું શોધવાનું શરૂ કર્યું છે. 


આ સાંસદો કરી શકે છે પક્ષપલટો


જૌનપુરથી શ્યામ સિંહ યાદવ, લાલગંજ સીટથી સંગીતા આઝાદ, આંબેડકર નગરથી રિતેશ પાંડે, શ્રાવસ્તીથી રામ શિરોમણી, બિજનૌરથી મલૂક નાગર, અમરોહાથી કુંવર દાનિશ અલી, સહારનપુરથી હાજી ફઝલુર રહેમાન, નગીનાથી ગીરીશ ચંદ્ર જાટવ, ઘોસીથી અતુલ કુમાર રાય અને ગાઝીપુરથી અફઝલ અંસારી હાલમાં બીએસપીના સાંસદ છે.



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .