Maharastraમાં Congressને મોટો ફટકો, આ પૂર્વ મુખ્યમંત્રીએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું, એવી અટકળો તેજ બની કે...


  • Published By :
  • Published Date : 2024-02-12 15:49:09

ગુજરાત કોંગ્રેસમાં તો એક સાંધે અને તેર તૂટે તેવી પરસ્થિતિ સર્જાઈ છે. એક બાદ એક અનેક ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે. તમને થશે કે ગુજરાતમાં આવું રોજનું રહ્યું.. પરંતુ આજે વાત કરવી છે મહારાષ્ટ્રના રાજકારણની... મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના કદાવર નેતા ગણાતા અશોક ચવ્હાણે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેને પત્ર મોકલ્યો છે જેમાં તેમણે કોંગ્રેસની પ્રાથમિક સદસ્યતા છોડવા માટે રાજીનામું આપી દીધું છે. એવી અટકળો પણ તેજ બની કે તે ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે.   

छवि

ધારાસભ્ય પદ ઉપરથી આપ્યું રાજીનામું! 

મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. ગુજરાતમાંથી એક બાદ એક ધારાસભ્યો રાજીનામું આપી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી તેમજ કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ચવ્હાણે કોંગ્રેસ પાર્ટીને અલવિદા કહી દીધી છે. તેમણે ધારાસભ્ય પદ પરથી પણ રાજીનામું આપી દીધું છે. મળતી માહિતી અનુસાર અશોક ચવ્હાણ સાથે કોંગ્રેસના 13 જેટલા કદાવર નેતા ભાજપમાં જોડાઈ શકે છે. મહારાષ્ટ્ર કોંગ્રેસમાં પણ રાજીનામાનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા મહારાષ્ટ્ર સરકારના મંત્રી રહી ચૂકેલા બાબા સિદ્દીકીએ કોંગ્રેસ સાથેનો છેડો ફાડી નાખ્યો હતો. ત્યારે આજે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીએ કોંગ્રેસનો હાથ છોડ્યો છે. 


આની પહેલા આ દિગ્ગજ નેતા આપી ચૂક્યા છે રાજીનામું! 

રાજીનામા બાદ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે 'મેં મીડિયા પાસેથી અશોક ચવ્હાણ વિશે સાંભળ્યું. પરંતુ અત્યારે હું એટલું જ કહી શકું છું કે કોંગ્રેસના ઘણા સારા નેતાઓ ભાજપના સંપર્કમાં છે. પ્રજા સાથે જોડાયેલા આગેવાનો કોંગ્રેસ પક્ષમાં ગૂંગળામણ અનુભવી રહ્યા છે. મને ખાતરી છે કે કેટલાક મોટા ચહેરાઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાશે. ચાલો જોઈએ આગળ શું થાય છે...' મહત્વનું છે કે એક તરફ લોકસભા ચૂંટણી યોજાવાની છે અને તેની પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી જઈ રહ્યા છે. ત્યારે જોવું રહ્યું આ રાજીનામાનો દોર ક્યારે અટકે છે?    




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે