શ્રીમદ ભગવત ગીતા જયંતિ નિમિત્તે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, શાળાઓના અભ્યાસક્રમમાં થશે સમાવેશ


  • Published By :
  • Published Date : 2023-12-22 14:46:28

આજે 22 ડિસેમ્બર, શુક્રવારના રોજ હિંદુ ધર્મના પવિત્ર ધર્મ ગ્રંથ શ્રીમદ ભગવત ગીતાની જન્મ જયંતિ છે. આજે વર્ષ ગીતાની આ 5160મી વર્ષગાઠ છે. દર વર્ષે માગશર મહિનાના સુદ પક્ષની મોક્ષદા એકાદશીના દિવસે ગીતા જયંતિ મનાવવામાં આવે છે. આજે ગીતા જયંતીના અવસરે ભગવત ગીતાના મૂલ્યવાન ગ્રંથનું જ્ઞાન બાળકોને મળે માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકારે રાજ્યની તમામ સરકારી શાળાઓમાં હવે તમામ સરકારી શાળામાં શ્રીમદ ભગવત ગીતાનો સમાવેશ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

Image

ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ ભણશે ગીતા


રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 6થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં હવે શ્રીમદ ભગવત ગીતા ભણાવવામા આવશે. આજે ગીતા જંયતીના નિમિત્તે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને પ્રફુલ પાનસેરિયાએ આ મુદે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે શ્રીમદ ભગવત ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યોને બાળકોના જીવનમાં ઉતારવા માટે શ્રીમદ ભગવત ગીતાને અભ્યાસ ક્રમમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી તમામ સરકારી શાળાઓમાં ધોરણ 6થી 8માં આ પુસ્તક અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવશે અને તેની કાયદેસર પરીક્ષા પણ લેવામાં આવશે.


2024 નવા શૈક્ષણિક સત્રથી શ્રીમદ ભગવત ગીતાનો અભ્યાસ કર્મમાં સમાવેશ


ઉલ્લેખનિય છે કે મહાભારતમાં કુરુક્ષેત્રના યુદ્ધ દરમિયાન શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલી વાતચીતથી ભગવત ગીતાનો જન્મ થયો. સનાતન ધર્મમાં આ એકમાત્ર શાસ્ત્ર છે જેની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. વળી ભગવત ગીતા એક એવો ગ્રંથ છે, જે દરેક યુગમાં એટલો જ ઉપયોગી અને સાત્વત છે. જીવન મૂલ્યોના પાઠ ભણાવતા આ ગ્રંથને અભ્યાસ ક્રમમાં સામેલ કરીને બાળકોમાં જીવનના મૂલ્યો અને કર્મના સિધ્ધાંતને દ્રઢ કરવોનો ઉદ્દેશ છે. બાળકના સર્વાગી વિકાસ માટે ગીતાનું આ પુસ્તક 2024 નવા શૈક્ષણિક સત્રથી શાળાઓમાં પૂરક પુસ્તક તરીકે મુકાશે. આજે ગીતા જયંતીના દિવસે જ શિક્ષણ વિભાગ દ્રારા આજે ગીતાના સંસ્કૃત શ્લોક, ગુજરાતી ભાષાંતર, સચિત્ર પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે. આ અવસરે આ મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.    



રાજકોટના ભોજપરા વિસ્તારમાં ચંદ્રમૌલેશ્વર મંદિરમાં ધર્મેન્દ્રસિંહ ઝાલા નામના 47 વર્ષિય વ્યક્તિએ જાતે છરી વડે પોતાનું ગળુ કાપીને કમળપૂજા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે તેને સૌથી પહેલા ગોંડલ અને પછી રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો

આજે બનાસકાંઠાના વાવ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી મતદાન ચાલી રહ્યું છે... ગેનીબેન ઠાકોરે, ભાજપના ઉમેદવારે મતદાન કર્યું છે...

કડીના બોરીસણા ગામમાં હેલ્થ કેમ્પ યોજ્યો હતો અને પરિવારજનનની જાણ કર્યા વગર દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી તેવી વાત પરિવારજનો દ્વારા કરવામાં આવી રહી છે..

વાવ બેઠક માટે પ્રચારનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે.. ત્યારે પ્રચાર દરમિયાન સી.જે.ચાવડાને ગેનીબેન ઠાકોર મળ્યા હતા અને તેમને ગુલાબ આપ્યું હતું...