ચીનમાં સર્જાઈ મોટી દુર્ઘટના, અકસ્માતમાં થયા અનેક લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-01-08 13:05:30

ચીનમાં એક તરફ કોરોનાથી લોકો સંક્રમિત થઈ રહ્યા છે. તો બીજી તરફ પૂર્વ ચીનના જિયાંગ્શી પ્રાંતમાં રવિવારે સવારે રોડ અકસ્માત સર્જાયો હતો જેમાં 17 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે 22 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. સારવાર માટે તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કયા કારણોસર આ દુર્ઘટના બની તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.


અકસ્માતમાં થયા 17 જેટલા લોકોના મોત 

અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રોડ અકસ્માતને કારણે અનેક લોકોના મોત પણ થયા છે. અનેક લોકો ઘાયલ પણ થયા છે. ત્યારે પૂર્વ ચીનમાં એક રોડ અકસ્માત સર્જાયો હતો જેમાં 17 જટેલા લોકોના મોત થયા છે ઉપરાંત 22 જેટલા લોકો ગંભીર રીતે ઈજા પામ્યા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યા છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં જાણવા મળી રહ્યું છે કે આ ઘટના નાનચાંગ કાઉંટીમાં સર્જાઈ  છે. 


અનેક લોકો બની રહ્યા છે અકસ્માતનો શિકાર  

ચીનમાં ધુમ્મસને કારણે અનેક લોકોને વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધુમ્મસને કારણે અનેક વખત અકસ્માત સર્જાતા હોય છે જેમાં અનેક લોકોના મોત થાય છે તો અનેક લોકોને ઈજાઓ પહોંચતી હોય છે. વધતા અકસ્માતને રોકવા સૂચનાઓ આપવામાં  આવી છે જેમ કે વાહન ધીમે ચલાવવું, વાહન ચલાવતી વખતે લાઈટ શરૂ કરવી. વાહન ધીમે ચલાવવા તેમજ આવનારી કારથી સુરક્ષિત અંતર બનાઈને રાખવું. આમ કરવાથી અકસ્માતો અટકી શકે તેવી કોશિશ કરવામાં આવી રહી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે