ઝારખંડમાં અનામત 77 ટકા લાગુ કરવાનું બિલ પસાર થયું


  • Published By :
  • Published Date : 2022-11-11 15:27:10

ઝારખંડમાં હેમંત સોરેન સરકારે અનામત વધારીને 77 ટકા કરવાનું બિલ પસાર કરી દીધું છે. હવે ઝારખંડમાં અનુસૂચિત જનજાતિ(ST)ને 28 ટકા, અન્ય પછાત વર્ગ (OBC)ને 27 ટકા, અનુસૂચિત જાતિને 12 ટકા અનામત લાગુ થશે.  


ભાજપ 20 વર્ષમાં ના કરી શકી એ અમે કરી બતાવ્યુંઃ JMM

ઝારખંડની હેમંત સોરેન સરકારે સ્પેશિયલ સેશનમાં બે મહત્વપૂર્ણ બિલ પલટાવવા માટે રાખ્યા હતા. જેમાં ઓબીસી  અનામતને 14 ટકાથી વધારીને 27 ટકા કરી દેવાનું બિલ હતું. ઝારખંડની સોરેન સરકારે ઘોષણા પત્રમાં પણ આ વિશે વાયદો કર્યો હતો. હેમંત સોરેને બે બિલને ચૂંટણી વાયદામાં રાખ્યા હતા. જેમાંથી એક અન્ય પછાત વર્ગની અનામત વધારવાનો હતો. હેમંત સોરેન સરકારના મંત્રીઓએ ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભાજપ 20 વર્ષથી શાસનમાં હતી પરંતુ તે લાગુ ના કરી શકી, ઝારખંડ મોરચા પાર્ટીએ ઓબીસીનું રીઝર્વેશન વધારી દીધું છે. 


આજનો દિવસ સ્વર્ણ અક્ષરોમાં લખાશેઃ હેમંત સોરેન

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને સમગ્ર મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આજના દિવસને ઝારખંડના ઈતિહાસમાં સ્વર્ણ અક્ષરોમાં લખાશે. હેમંત સોરેને જણાવ્યું હતું કે અમે જે બોલીએ છીએ તે કરી બતાવીએ છીએ. 


ઝારખંડના અનામત બિલને કેન્દ્ર સરકારની નવમી અનુસૂચિમાં સામેલ કરવા માટે અનુરોધ કરાશે. જો કેન્દ્ર સરકાર મંજૂરી આપશે તો ઝારખંડમાં 77 ટકા અનામત લાગુ થઈ જશે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે