રાજસ્થાનમાં મોબાઈલ રીપેર કરતાં મોબાઈલમાં થયો બ્લાસ્ટ !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-23 16:24:51

રાજસ્થાનમાં એક આજુક્તિ ઘટના બની છે રાજસ્થાનના પાલીમાં મોબાઈલ રિપેરિંગ દરમિયાન  તેમાં ધડાકો થયો આ દુર્ઘટનામાં દુકાનદાર અને ગ્રાહકનો આબાદ બચાવ થયો હતો. ચાર્જિંગમાં સમસ્યા હોવાથી મોબાઈલ રિપેરિંગ માટે લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન બેટરી હટાવતા 1 સેકન્ડમાં મોબાઈલ આગનો ગોળો બની ગયો હતો.


આ ઘટના પાલી જિલ્લાના લલિકપુર વિસ્તારમાં બની હતી. શનિવારે બપોરે એક યુવક મોબાઈલ લઈને દુકાને પહોંચ્યો હતો. આ ઘટના દુકાનના સીસીટીવીમાં કેદ થઈ હતી. પાલી પોલીસ સ્ટેશનના ટાઉન ઈન્ચાર્જ સિયારામ સિંહ પટેલે જણાવ્યું હતું કે આ મામલે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.


દુકાન દાર અને ગ્રાહક માંડ માંડ બચ્યા !!!


આ ઘટનામાં દુકાનદાર જે રિપેરિંગ કરી રહ્યા હતા તે માંડ બચ્યા દુકાનદાર મહેશ ચૌરસિયાએ જણાવ્યું કે, દુકાનમાં એક ગ્રાહક મોબાઈલ રિપેર કરવા આવ્યો હતો. શનિવારે સવારે 11 વાગ્યાની આસપાસ તે મોબાઈલની બેટરી કાઢીને ચેક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે દરમિયાન ધડાકો થતાં મોબાઈલ રિપેર ન કર્યો. જો તે સમયસર પાછળ ન ખસ્યો હોત તો તેનો ચહેરો બળી જતો. ગ્રાહક પણ બચી ગયો હતો.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે