વડોદરાના હરણી તળાવમાં વિદ્યાર્થીઓ ભરેલી બોટ પલટી, બે શિક્ષક સહિત 7ના મોત, મૃત્યુઆંક વધવાની આશંકા


  • Published By :
  • Published Date : 2024-01-18 20:19:36

વડોદરામાં ગોઝારી દુર્ઘટના બની છે, વડોદરાના હરણી સ્થિત તળાવમાં વિદ્યાર્થીઓ ભરેલી એક બોટ પલટી જવાનો મામલો સામે આવ્યો છે. વડોદરાના હરણીમાં આવેલા મોટનાથ તળાવમાં બોટિંગ કરવા આવેલા શાળાના બાળકોની બોટ પાણીમાં ઉંધી પડી જવાની ઘટના બાદ હાહાકાર મચી ગયો છે. આ ઘટના અંગે મળતી પ્રાથમિક વિગતો અનુસાર 23 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો બોટમાં સવાર હતાં, મળતી માહિતી મુજબ બે શિક્ષક સહિત 7ના મોત લોકોના મોત થયા છે, તથા હજુ પણ મૃત્યુઆંક વધવાની આશંકા છે, જો કે બોટની ક્ષમતા 14 વ્યકિતની છે ત્યારે તેમાં 23 બાળકો અને ચાર શિક્ષકોનો સમાવેશ કરવા પર સવાલ પેદા થઇ રહ્યો છે. આ દુર્ઘટનાની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ સાથે કલેક્ટર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ફાયર બ્રિગેડની ટીમે લાપતા વિદ્યાર્થીઓની શોધખોળની કામગીરી હાથ ધરી છે.


કઈ રીતે સર્જાઈ દુર્ઘટના?


મળતી માહિતી મુજબ, વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના  વિદ્યાર્થીઓ અહીં પ્રવાસ માટે આવ્યા હતા. ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવામાં આવ્યા હોવાથી દુર્ઘટના સર્જાયાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે મોટી બેદરકારી પણ સામે આવી છે કે, એક બોટમાં 23 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો સહિત 27 લોકો સવાર હતા અને એક પણ વિદ્યાર્થીને લાઇફ જેકેટ પહેરવામમાં આવ્યું  ન હતું. આ ઘટનાની જાણ થતા જ વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલ, શહેરના મેયર તથા ઉચ્ચ અધિકારીઓ સાથે કલેક્ટર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે ઓછામાં ઓછા પાંચ વ્યક્તિના મોત થયા છે, જેમાં છાયા સુરતી અને ફાલ્ગુની પટેલ બને શિક્ષકનો સમાવેશ થાય છે.તળાવમાંથી 7 વિદ્યાર્થીઓને તળાવમાંથી હેમખેમ કાઢી લેવામાં આવ્યા છે. 9થી 10  ગંભીર રીતે ઘવાયેલા વિદ્યાર્થીઓને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 10થી વધુ એમ્બ્યુલન્સ હાલ ઘટના સ્થળે પહોંચી છે. હજુ પણ કેટલાક વિદ્યાર્થી અને શિક્ષક લાપતા હોવાથી શોધખોળ ચાલું છે. ઘટનાને લઇને શાળાના બાળકોના વાલીઓ સહિત મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળાં પણ ઘટના સ્થળે દોડી આવ્યાં છે. બોટમાં સવાર વિદ્યાર્થીઓની સંખ્યા અંગે અસ્પષ્ટતા જોવા મળી રહી છે, સ્કૂલના જ એક શિક્ષિકાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે 25 નહિ પરંતુ 82 જેટલા વિદ્યાર્થીઓ પ્રવાસમાં ગયા હતા. વિદ્યાર્થીઓની સંખ્યાને જોતા મૃત્યુઆંક વધી શકે છે.


CM ભૂપેન્દ્ર પટેલે સંવેદના વ્યક્ત કરી


આ દ્રદયદ્રાવક દુર્ઘટના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું છે,‘વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. તંત્ર દ્વારા બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકની બચાવ કામગીરી હાલ ચાલુ છે. દુર્ઘટનાનો ભોગ બનનારાને રાહત અને સારવાર તાકીદે મળે તે માટે તંત્રને સૂચના આપી છે.’



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે