Biharથી સામે આવ્યો એક એવો કિસ્સો જેમાં પતિએ Reels બનાવાની ના પાડી તો પત્નીએ કંઈક એવું કર્યું.. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-09 18:36:42

સોશિયલ મીડિયાનો જમાનો છે. સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર આપણે એટલા એક્ટિવ હોઈએ છીએ કે આપણને સામે બેઠેલા વ્યક્તિ સાથે વાત કરવાની પણ ઈચ્છા નથી થતી. રિલ લાઈફમાં આપણે એટલા બધા રચ્યા પચ્યા થઈ ગયા છીએ કે રિયલ લાઈફને માણવાનું ભૂલી ગયા છીએ. રિલ્સ બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરી લોકોના લાઈક લેવા માટે એટલા બધા મશગુલ થઈ ગયા છીએ કે જો આપણને કોઈ રિલ્સ બનાવવાની ના પાડે તો આપણે કોઈ પણ હદને વટાવી શકીએ છીએ. આવો જ એક કિસ્સો બિહારથી સામે આવ્યો છે જેમાં પતિએ પત્નીને રિર્લ્સ બનાવવાની ના પાડી તો પત્નીએ પતિ પર હુમલો કરી દીધો. પતિનું ગળું દબાવી પત્નીએ તેને મોતને ઘાટ ઉતાર્યો છે. 


 

બિહારથી સામે આવી એક વિચિત્ર ઘટના! 

સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે બાળકોને મુખ્યત્વે મોબાઈલનો શોખ હોય છે. બાળકને મોબાઈલ મળી જાય તે બાદ તે ભૂલી જાય છે કે તેમની આજુબાજુ શું બની રહ્યું છે. આ એક મોટી અને ગંભીર સમસ્યા છે કારણ કે ન માત્ર બાળકો મોબાઈલના addicted હોય છે પરંતુ મોટા લોકો પર મોબાઈલમાં ઘૂસેલા જોવા મળતા હોય છે. અને હવે તો રિલ્સ બનાવવાનો ક્રેઝ પણ લોકોમાં જાગ્યો છે. ઈન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર રિલ મૂકીને લાઈક મેળવવાની ઈચ્છા કોઈના માટે પ્રાણઘાતક પણ સાબિત થઈ શકે છે. આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે બિહારથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 


પરિવાર સાથે મળી પત્નીએ પતિની કરી હત્યા 

બિહારના બેગુસરાયમાં એક પત્નીએ પોતાના પતિની જ હત્યા કરી નાખી કારણ કે તેના પતિએ તેને રિલ બનાવવાની ના પાડી. અનેક વખત રિલ્સ બનાવવા માટે ના પાડતો. અનેક વખત ના પાડવામાં આવતા પત્ની ખીજાઈ અને તેણે પોતાના પિયરીયા સાથે મળીને પોતાના પતિની હત્યા કરી નાખી તેવો કિસ્સો સામે આવ્યો છે. પતિની બેહરમીથી હત્યા કરી નાખી. ઘટના ખોદાબંદપુરના ફફોત ગામની છે. જે પતિએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમનું નામ મહેશ્વર કુમાર રાય છે અને તે સમસ્તીપુર જિલ્લાના નરહન ગામનો વતની હતો.



રિલ્સ બનાવાની ના પાડતા પત્નીએ કરી પતિની હત્યા 

મીડિયા રિપોર્ટના અનુસાર મહેશ્વર કુમારના લગ્ન સાત વર્ષ પેહલા રાની કુમારી સાથે થઈ ગયા હતા. છેલ્લા ઘણા સમયથી તે પોતાના પત્નીને રિલ્સ બનાવતી જોતો હતો. રાનીના રિલ્સ બનાવવાનો વિરોધ તેના પતિ દ્વારા કરવામાં આવ્યો. તેની પત્ની રિલ્સ બનાવતી હતી તે તેને પસંદ ન હતું. અનેક વખત ના પાડવા છતાંય તે રિલ્સ બનાવતી હતી. મળતી માહિતી અનુસાર રવિવાર રાત્રે મહેશ્વર પોતાના સાસરે ગયો હતો ત્યારે તેની હત્યા કરવામાં આવી હતી. અનેક વખત મહેશ્વરના ભાઈએ તેને ફોન કર્યો પરંતુ તે ફોન ઉપાડતો ન હતો. ત્યારે તેને આશંકા થઈ. તે બાદ ઘટનાની જાણ પોલીસને થઈ. પોસ્ટ મોર્ટમ અર્થે મૃતદેહને મોકલી દેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર પોલીસે મહેશ્વરની પત્નીની અટકાયત કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.