કચ્છથી સામે આવ્યો કોંગો ફિવરનો કેસ! 51 વર્ષીય દાદાનું થયું મોત, આવા લક્ષણો દેખાય તો થઈ જજો સાવધાન!


  • Published By :
  • Published Date : 2023-07-08 14:03:11

એક સમય હતો જ્યારે ટીવી પર એક જ સમાચાર ચાલતા હતા. જે હતા કોરોના, સ્વાઈનફ્લુ અને કોંગો ફિવર,ત્રણેય રોગ એક સમયે જ ફાટી નીકળ્યા હતા. ફરીવાર એમાંથી એક રોગ એટલે કે કોંગો ફિવરના સમાચાર સામે આવ્યા છે. કચ્છ જિલ્લાના અંજારના લાખાપર ગામના 51 વર્ષના દાદાનું અમદાવાદમાં સારવાર દરમિયાન મોત થયું છે. મોત બાદ અરજણચાડ નામના દાદાના 13 જેટલા પરિવારજનોના ભુજની જીકે જનરલ હોસ્પિટલ સેમ્પલ ટેસ્ટ લેવામાં આવ્યા હતા. 


કોંગો ફ્વિર અંગે કરાઈ ચર્ચા!

સેમ્પલ લઇ એઇમ્સની લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા પણ ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. દાદાના કેસની વાત કરીએ તો તેમણે સૌથી પહેલા અંજારની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર કરી હતી પણ મેળે ન આવતા 26 જૂને અમદાવાદમાં સારવાર લીધી હતી. દાદાના મોતની વાત કરીએ તો બ્લડપ્રેશર વધી જવાના કારણે તેમનું મોત થયું હતું. વાતની જાણ થતાં અમદાવાદના પ્રોફેસરે ભુજમાં બેઠક યોજી હતી અને કચ્છમાં કોંગો ફિવર મામલે માહિતી આપી હતી. 


1. કોંગો ફીવર શું છે? તેના લક્ષણ ક્યારે દેખાય છે?


આ વાઈરલ બીમારી એક ખાસ પ્રકારના જંતુથી એક પ્રાણીમાંથી બીજા પ્રાણીમાં ફેલાય છે. સંક્રમિત પ્રાણીઓના રક્તના સંપર્કમાં આવવાથી તે તેનું માંસ ખાવાથી આ બીમારી મનુષ્યોમાં ફેલાઈ છે. જો યોગ્ય સમયે આ બીમારીની સારવાર ના કરાવવામાં આવે તો 30% દર્દીઓના મોત થાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે, તેના લક્ષણ દેખાતા 6થી 13 દિવસનો સમય લાગે છે.



2. કોંગો ફીવર ક્યાંથી આવ્યો?

આ બીમારીનો પ્રથમ કેસ 1944માં યુરોપના ક્રીમિયામાં આવ્યો હતો, પરંતુ 1956માં આફ્રિકાના લોકોના પણ આ વાઈરસ દેખાયો, આથી આ બીમારીનું પૂરું નામ ક્રીમિયન કોંગો ફીવર રાખવામાં આવ્યું. જો કે, બોલચાલની ભાષામાં તેને કોંગો ફીવર જ કહેવામાં આવે છે. હવે આ વાઈરસ બીજા દેશોમાં પહોંચી રહ્યો છે.


3. કયા લક્ષણ દેખાય તો અલર્ટ થઇ જવું?


આ વાઈરસથી સંક્રમિત થનારા દર્દીઓમાં તાવની સાથે માંસ પેશીઓમાં દુખાવો, માથાનો દુખાવો અને ચક્કર આવવા જેવા લક્ષણો દેખાય છે. કેટલાક દર્દીઓને સૂર્યના પ્રકાશથી તકલીફ પડે છે અને આંખમાં સોજા રહે છે. સંક્રમણના 2થી 4 દિવસ પછી ઊંઘ ના આવવી, ડિપ્રેશન અને પેટના દુખાવાની ફરિયાદ પણ આવી ચૂકી છે. મોં, ગળા અને સ્કિન પર ફોલ્લીઓ થતા હાર્ટ રેટ પણ વધી શકે છે.


4. તેની સારવાર શું છે?

WHOના જણાવ્યા પ્રમાણે, લક્ષણ દેખાવા પર દર્દીઓને એન્ટિવાઈરલ ડ્રગ આપવામાં આવે છે. તેની સારવાર ઓરલ અને ઇન્ટ્રોવેનસ એમ બંને રીતે કરી શકાય છે. તેના 30 ટકા દર્દીઓના મૃત્યુ બીમારીના બીજા અઠવાડિયે થાય છે. દર્દી જો સ્વસ્થ થઇ રહ્યો હોય તો તેની અસર 9 અને 10મા દિવસે દેખાવા લાગે છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે