Vadodaraની એક શાળામાં એકદમથી વર્ગખંડ બાળકો સમેત પડી ગયો! જુઓ સીસીટીવી દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2024-07-20 14:46:39

બાળક જ્યારે શાળામાં જાય છે ત્યારે માતા પિતા માનતા હોય છે કે બાળક સુરક્ષિત જગ્યા પર છે માટે તેમને બાળકની સુરક્ષાનું ટેન્શન નથી હોતું.. પરંતુ વડોદરાથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે બે મિનીટ આપના ધબકારાને બંધ કરી દે તેવા છે.. વડોદરાની એક શાળામાં ક્લાસરૂમ અચાનક તૂટી ગયો..ધમ્મ્મ કરીને જે ક્લાસની દીવાલનો એક ભાગ પડ્યો તેમાં વિદ્યાર્થીઓ પણ બેઠા હતા.. અનેક વિદ્યાર્થીઓ પણ ક્લાસરૂમ પડી જવાને કારણે પડી ગયા.. 

બાળકો ક્લાસ રૂમમાં હતા અને ક્લાસની દિવાલ પડી ગઈ!

આપણે અનેક વખત એવા દ્રશ્યો જોયા છે જેમાં પુલ ધરાશાયી થતો હોય, દીવાલ ધરાશાયી થતી હોય વગેરે વગેરે... પરંતુ વડોદરાથી જે ઘટના સામે આવી છે તે ચોંકાવનારી છે.. ઘટના વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી નારાયણ સ્કૂલની છે જેમાં પહેલા માળનો ક્લાસ પડી ગયો. એ રૂમ પડતા એક વિદ્યાર્થીને ઈજા થઈ હતી જ્યારે કેટલીક સાયકલો દબાઈ હતી. સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ ન હતી. પણ શાળાના ડિરેક્ટરે દાવો કર્યો હતો કે ઘટના સમયે વર્ગ ખાલી હતો બાદમાં સીસીટીવી સામે આવતા સ્કૂલનો ભાંડો ફૂટ્યો છે. બાળકો ક્લાસ રૂમમાં બેઠા છે. ત્યારે અચાનક જ વર્ગખંડની દિવાલનો એક ભાગ ધરાશાયી થાય છે. સ્કૂલ મેનેજમેન્ટે ઘટના બાદ જણાવ્યું હતું કે જે ક્લાસમાં દીવાલ પડી હતી ત્યાં કોઈ વિદ્યાર્થી હાજર નહોતો. પરંતુ વિડીયોમાં સત્ય સામે આવ્યું છે. સત્ય એ છે કે વર્ગખંડ વિદ્યાર્થીઓથી ભરેલો હતો, જેમાંથી કેટલાક દીવાલ સાથે પડી ગયા હતા. જોકે, સદનસીબે કોઈને ગંભીર ઈજા થઈ ન હતી. માત્ર એક વિદ્યાર્થીને સામાન્ય ઈજા થઈ હતી. આ આખી ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.



સ્કૂલ વિરૂદ્ધ શું પગલા લેવાશે?

આમ તો વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા સ્કૂલોમાં આગના બનાવ ન બને તેની તકેદારી રાખવામાં આવે છે. પરંતુ સ્કૂલોના સ્ટ્રક્ચર બાબતે કોર્પોરેશન દ્વારા કોઈ તકેદારી લેવામાં આવતી નથી. જેને પરિણામે આવા દ્રશ્યો સામે આવે છે આ તો ના કરેને નારાયણ કોઈ બાળકને કંઈક થઇ ગયું હોત તો એની જવાબદારી કોણ લેત? ખેર આ સ્કૂલ તંત્ર સામે શું એક્શન લેવાય છે તે જોવાનું રહ્યું. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે