અમદાવાદના મણિનગર વૉર્ડના દિપક સોલંકી નામના 42 વર્ષીય સફાઈ કર્મચારીએ આજે સાંજે ટ્રેન નીચે આવીને મોતને વ્હાલું કર્યું છે. યુવકે સાંજના સમય પર મણિનગર રેલવે સ્ટેશન પર આવતી નવજીવન એક્સપ્રેસનની નીચે કૂદીને જીવ ટૂંકાવ્યો હતો. 
અપરણીત યુવક ચાલતી ટ્રેન નીચે સૂઈ ગયો
આજના દિવસે મણિનગર રેલવેસ્ટેશનના ફાટક પર નવજીવન એક્સપ્રેસ ટ્રેન આવી રહી હતી તે દરમિયાન 42 વર્ષના દિપક સોલંકી નામના યુવકે ટ્રેન નીચે આવીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ફાટક બંધ હતું તે દરમિયાન યુવક પાટા પર આવીને સૂઈ જાય ગયો હતો અને તેના પરથી ટ્રેન પસાર થતા યુવકના શરીરના કટકા થઈ ગયા હતા. ફાટક પર હાજર વ્યક્તિએ બહુ બુમો પાડી પરંતુ યુવકે ટ્રેન નીચે આવીને મોતને વહાલું કર્યું હતું.

કંટાળીને મોતને વ્હાલું કર્યું હોવાની ચર્ચા
મૃતક દિપક સોલંકી ઈસનપુરની જોગેશ્વર સોસાયટીનો રહીશ છે અને પોતે અપરણિત છે. દુર્ઘટના બાદ લોકોએ અને પોલીસે તપાસ કરતા યુવકે કંટાળીને મોતને વ્હાલું કર્યું હોવાની જાણ થઈ હતી. યુવક પાસેથી વીએસમાં અને મણિનગરની હોસ્પિટલમાં સારવાર થઈ રહી હોય તેવા રિપોર્ટ પણ મળી આવ્યા હતા.
                            
                            





.jpg)








