Gujarat પર ઘેરાશે મુસીબતના વાદળ! Unseasonal Rainને લઈ હવામાન વિભાગની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-06 18:18:29

કુદરતને પણ જાણે માણસોની અસર લાગી હોય તેવું લાગે છે. માણસોની જેમ રંગ વાતાવરણ બદલી રહ્યું છે. ક્યારેક ઠંડી તો ક્યારેક કમોસમી વરસાદ આવી રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગને કારણે આખું ઋતુચક્ર બગડી ગયું છે ત્યારે શિયાળામાં ફરી એક વખત કમોસમી વરસાદ આવશે તેવી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં મુસીબતનું માવઠું આવી શકે છે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવ્યું છે. રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો હતો. કડકડતી ઠંડીનો અનુભવ થવાની શરૂઆત થઈ હતી ત્યારે ફરી એક વખત જગતના તાત પર મુસીબતના વાદળ ઘેરાઈ રહ્યા છે. આવનાર દિવસોમાં ઠંડી નહીં પરંતુ વરસાદ આવશે તેવી આગાહી કરતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ઉઠી છે.

હજી 2 દિવસ કમોસમી વરસાદ, રાજકોટમાં ચોમાસા કરતા પણ ભયાનક 1 કલાકમાં સવા ઇંચ  વરસાદ - Gujarat Tak


જાન્યુઆરી શરૂ થતાં જ થયો હતો શિયાળોનો અનુભવ 

ડિસેમ્બરની શરૂઆતમાં કમોસમી વરસાદ આવ્યો હતો. રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાશે તેવી આશા હતી પરંતુ તે આશા પર પાણી ફરી વળ્યું. કડકડતી ઠંડીનો અનુભવ થશે તેવું લાગતું હતું પરંતુ કમોસમી વરસાદ આવ્યો જેને કારણે ઠંડી ઓછી થઈ ગઈ. ઠંડીની આગાહી કરવાને બદલે હવામાન વિભાગને કમોસમી વરસાદની આગાહી કરવી પડી હતી. પરંતુ જાન્યુઆરીની શરૂઆતમાં શિયાળાની મોસમ જામી હતી. ઠંડો પવન ફૂંકાવાને કારણે ઠંડીનો ચમકારો લાગતો હતો. એવું લાગતું હતું કે આવનાર દિવસોમાં ઠંડી વધારે વધશે.

According to the forecast of the Meteorological Department, it will rain in Gujarat from January 7 Gujarat Weather: રાજ્યમાં ફરી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કમોસમી વરસાદની કરી આગાહી

આગામી દિવસોમાં આવી શકે છે કમોસમી વરસાદ 

 પરંતુ ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા તો અનેક વખત આ અંગેની આગાહી કરવામાં આવી છે પરંતુ તે તેમની આગાહી સાચી સાબિત થઈ ન હતી. ત્યારે આ વખતે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ વાતાવરણ કેવું રહેશે તેની આગાહી કરતા હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે ગુજરાતના હવામાન અંગે પાંચ દિવસના હવામાન અંગે વાત કરીએ તો પહેલા દિવસે વાતાવરણ ડ્રાય રહેશે. જે બાદના બીજા દિવસે વાદળછાયું વાતાવરણ થશે અને ત્રીજા અને ચોથા દિવસે હળવા વરસાદની આગાહી છે. આ બે દિવસે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થવાનો છે.


આ જગ્યાઓ માટે કમોસમી વરસાદની કરી છે આગાહી 

હવામાન વિભાગની આગાહી મુજબ રવિવાર એટલે કે સાતમી જાન્યુઆરીએ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જ્યારે આઠમી તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, નવસારી, સુરત, દણણ, દાદરા નગર હવેલી તથા આ સાથે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી ગીર સોમનાથ અને રાજકોટમાં સામાન્ય વરસાદ થશે. અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, આણંદ તેમજ દાદરા નગર હવેલીમાં માવઠું 9 તારીખે આવી શકે છે. તે ઉપરાંત સૌરાષ્ટ્ર, ગીર સોમનાથમાં પણ કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


ખેડૂતોને રડવાનો વારો આવશે!

મહત્વનું છે કે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવે છે. ચોમાસા દરમિયાન વરસાદ જોઈએ એવો આવતો નથી પરંતુ ચોમાસાની સિઝન બાદ વરસાદ તબાહી લઈને આવે છે. પહેલા વરસાદ નથી પડતો તેને કારણે જગતના તાતને મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો કોઈ વખત કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવે છે. ત્યારે વરસાદને લઈ કરવામાં આવેલી આગાહીને કારણે જગતના તાત ચિંતિત બન્યા છે. ફરી એક વખત તેમને ભોગવવાનો વારો આવવાનો છે.                                                                                           



આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..

ખેડૂતને આપણે જગતનો તાત કહીએ છીએ. એ ખેતરમાં મહેનત કરે છે તેના કારણ કે જ આપણી થાળીમાં અન્ન પહોંચે છે. ત્યારે સાહિત્યના સમીપમાં ખેડૂતોને સમર્પિત રચના પ્રસ્તુત કરવી છે.