શિસ્તબદ્ધ પાર્ટીમાં પક્ષવિરોધી પ્રવૃતિ કરનાર સૌરાષ્ટ્રના ત્રણ નેતાઓ સામે ફરિયાદ કરાઈ! જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-05-14 18:46:24

ભાજપના 30 વર્ષના શાસનમાં પહેલીવાર એવું જોવા મળ્યું કે, શિસ્તબદ્ધ પાર્ટીમાં અવાજો ઉઠ્યા છે. વિરોધમાં દેખાઈ રહેલા બગાવતી સૂરના અવાજ કમલમના કાન સુધી પહોંચ્યા છે... ત્યારે હવે પ્રદેશનુ નેતૃત્વ જલ્દી જ એક્શન લે તેવું દેખાઈ રહ્યું છે. ચર્ચા છે કે, લોકસભાની ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા સૌરાષ્ટના ત્રણ નેતાઓને પક્ષમાંથી હાંકી કાઢવા માટે રજૂઆત કરવામાં આવી છે. ચૂંટણીના ઉમેદવારોની પ્રદેશ નેતાગીરીને આ મામલે રજૂઆત કરાઈ છે. ત્યારે ભાજપ ગમે ત્યારે આ મામલે એક્શન લઈ શકે છે.... 

કયા નેતાઓના નામનો છે સમાવેશ?

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા સૌરાષ્ટ્રના ત્રણ નેતાઓ સામે હાઇકમાન્ડ સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવાનું કહેવાય છે. આ ત્રણ નેતાઓમાં કોનો સમાવેશ થાય છે તો,  અમરેલીના વર્તમાન સાંસદ નારણભાઇ કાછડિયા તથા બે ભૂતપૂર્વ મંત્રીઓ ધર્મેન્દ્રસિંહ ઉર્ફ હકુભા જાડેજા અને જવાહર ચાવડાનો સમાવેશ થાય છે.


પાર્ટી હાઈકમાન્ડ જોઈ રહી છે પરિણામ આવવાની રાહ

પ્રદેશ નેતાગીરીએ રજૂઆત થઇ છે કે, આ ત્રણેય નેતાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવા જોઇએ કે જેથી દાખલો બેસે. જોકે, ભાજપ હાઇકમાન્ડ લોકસભાની ચૂંટણીનાં પરિણામ સુધી રાહ જોવાના મૂડમાં છે. ભાજપનાં સૂત્રોનું કહેવું છે કે, ભાજપ ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો જીતશે તો આ ત્રણેય નેતાને કાઢી મૂકાશે એવી હાઇકમાન્ડે પ્રદેશ નેતાગીરીને ખાતરી આપી છે.


ગરમાયું હતું અમરેલીનું રાજકારણ

નારણભાઇ કાછડિયાએ પોતાને હરાવવા માટે પ્રયત્નો કર્યા હોવાની ફરિયાદ અમરેલી બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાએ કરી છે. નારણભાઇ કાછડિયાએ ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવાર બિપિનભાઇ પટેલ ઉર્ફ બિપિન ગોતાને હરાવવામાં પણ દિલીપ સંઘાણી અને જયેશ રાદડિયાને મદદ કરી હતી. આ કારણે પ્રદેશ નેતાગીરી તેમના પર ભડકેલી છે.


જામનગર બેઠકની ચર્ચા કારણ કે... 

જામનગર બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને હરાવવા માટે ધર્મેન્દ્રસિંહ ઉર્ફ હકુભા જાડેજાએ ભરપુર પ્રયત્નો કર્યા હોવાની રજૂઆત માડમે કરી છે. પરષોત્તમ રૂપાલા સામેના ક્ષત્રિયોના વિરોધના બહાને હકુભા જાડેજાએ પૂનમબેન માડમ સામેનો રાજકીય હિસાબ સરભર કરવા માટે પક્ષની વિરૂદ્ધ કામ કર્યું હોવાની ફરિયાદ થઇ છે. હકુભાએ કોંગ્રેસના પાટીદાર ઉમેદવાર જે.પી.મારવિયા સાથે મળીને ક્ષત્રિય અને પાટીદારો પાસે ભાજપ વિરોધી મતદાન કરાવ્યું છે. હકુભા પોતે લાંબા સમયથી ભાજપના કાર્યક્રમોમાં દેખાતા નથી.


અરવિંદ લાડાણીએ કરી ફરિયાદ 

માણાવદરમાં જવાહર ચાવડાએ પોતાનાં પત્ની અને પુત્ર મારફતે ભાજપના વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના ઉમેદવાર અરવિંદ લાડાણીને હરાવવા કામ કર્યું હોવાની સત્તાવાર ફરિયાદ લાડાણીએ કરી છે. ચાવડા પણ લાંબા સમયથી ભાજપના કાર્યક્રમોથી બિલકુલ દૂર છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.