કોંગ્રેસના એક ઉમેદવારે આત્મહત્યા કરવાનો કર્યો પ્રયાસ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-12-08 12:25:21

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે. આ પરિણામમાં ભાજપનું કમળ ખીલ્યું છે. જ્યારે કોંગ્રેસને બહુ ઓછી બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ સોલંકીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર EVM મશીન સાથે ચેડા કરવામાં આવ્યા છે. કોંગ્રેસના ઉમેદવારને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. 

ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ બની શકે છે અર્જુન મોઢવાડિયા, ભરતસિંહના  દિલ્હીમાં ધામા, આજે થઈ શકે છે જાહેરાત | The name of Arjun Modhwadia as the  new president of ...

અનેક ઉમેદવારોની જીત જાહેર 

ગુજરાતની 182 સીટો માટે મતગણતરી કરવામાં આવી રહી છે. અનેક બેઠકો પર ઉમેદવારોની જીત ડિક્લેર કરી દેવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે ભાજપના ઉમેદવારોની જીત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અસારવાથી ભાજપના ઉમેદવાર, પોરબંદરથી કોંગ્રેસના અર્જુન મોઠવાડિયાની જીત થઈ છે. જ્યારે જમાલપુર બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખેડાવાડાની જીત થઈ છે.   




ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..