Mumbaiમાં Air Indiaનાં વોક ઈન ઇન્ટરવ્યૂમાં બેરોજગારોની ભીડ જોવા મળી! દેશમાં બેરોજગારી વધી?


  • Published By :
  • Published Date : 2024-07-17 17:59:11

થોડા સમય પહેલા ભરૂચથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ઈન્ટરવ્યુ આપવા માટે ઉમેદવારોની પડાપડી જોઈ હતી.. વીડિયો વાયરલ થયા બાદ તે વીડિયો અંગે સ્પષ્ટતા પણ આપવામાં આવી હતી. ત્યારે આવો વધુ એક વીડિયો સામે આવ્યો છે.. ગુજરાતથી નહીં પરંતુ મુંબઈ થી.. મુંબઈના કલિનામાં એર ઈન્ડિયા એરપોર્ટ સર્વિસ લિમિટેડમાં વોક-ઈન ઈન્ટરવ્યુ આપવા માટે હજારો લોકો પહોંચી ગયા હતા.. 

કંપનીએ આટલી પોસ્ટ માટે રાખ્યો વોક ઈન ઈન્ટરવ્યુ અને... 

જે વીડિયો સામે આવ્યો છે તે મુંબઈના કલિનાથી સામે આવ્યો છે. એર ઈન્ડિયા એરપોર્ટ સર્વિસ લિમિટેડમાં વોક-ઈન ઈન્ટરવ્યુ આપવા માટે હજારો લોકો પહોંચી ગયા કંપનીએ 'હેન્ડીમેન'ની પોસ્ટ માટે વોક-ઈન ઈન્ટરવ્યુ લીધા હતા. આ એવા લોકો છે જેઓ રિપેરિંગ તેમજ મેઈન્ટેનન્સનું કામ કરે . કુલ 2000 જેટલી જગ્યાઓ માટે ભરતી થવાની હતી. પરંતુ આટલી ઓછી જગ્યાઓ હોવા છતાં ભરતી કચેરીની બહાર ભારે ભીડ એકઠી થઈ ગઈ. જેવા દ્રશ્યો ભરૂચથી સામે આવ્યા હતા તેવા જ દ્રશ્યો મુંબઈથી સામે આવ્યા..   



થોડા દિવસ પહેલા અંકલેશ્વરથી સામે આવ્યો હતો વીડિયો 

ઔપચારિક સૂચના અનુસાર 12 જુલાઈથી 16 જુલાઈ દરમિયાન વિવિધ પોસ્ટ માટે વોક-ઈન ઈન્ટરવ્યુ લેવાના હતા. આમાં મંગળવારે મહત્તમ ભરતી કરવામાં આવી હતી એટલે કે હેન્ડીમેન માટે 2216 અને યુટિલિટી એજન્ટ માટે 22 જગ્યાઓ. તો આટલી ખાલી જગ્યામાં નોકરી માટે આટલા બધા લોકો ઉમટી પડ્યા હતા. જે વીડિયો સામે આવ્યો છે તે સવાલો ઉભા કરે છે કે દેશમાં બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે? આ વીડિયો જોયા પછી તમને શું લાગે છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .