Ahmedabadમાં 14 માસના બાળક પર શ્વાને કર્યો હુમલો, વધી રહેલા શ્વાનના આતંક પર ક્યારે લાગશે રોક?


  • Published By :
  • Published Date : 2023-11-17 13:35:31

ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ રાજ્યભરમાં રખડતા ઢોરને પકડવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. રખડતા ઢોર મુદ્દે તંત્રની ઝાટકણી કોર્ટે અનેક વખત કાઢી છે. એક તરફ રખડતા ઢોર પર નિયંત્રણ લાવવાની કામગીરી કરવામાં આવી પરંતુ હવે રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. અમદાવાદથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં રખડતા શ્વાને 14 માસની બાળકી પર હુમલો કરી દીધો. જુહાપુરથી આ ઘટના સામે આવી છે જે હચમચાવી દે તેવી છે. નાની બાળકી ફરી એક વખત રખડતા શ્વાનનો શિકાર બની છે. ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો ત્યાં આવી ગયા અને બાળકને શ્વાનના મુખથી બહાર કાઢ્યું.  

નવસારી: રખડતા શ્વાનનો આંતક યથાવત,5થી 6 શ્વાનનું ટોળું યુવક પર તૂટી પડ્યું  અને બચકાં ભર્યાં, હોસ્પિટલમાં દાખલ કરાયો


14 માસની બાળકી પર રખડતા શ્વાને કર્યો હુમલો 

રસ્તા પર જ્યારે તમે નીકળો છો ત્યારે તમારા ખરાબ રસ્તા તેમજ રખડતા ઢોરનો સામનો કરવો પડે છે. રખડતા ઢોરનો આતંક તો હજી શાંત નથી થયો ત્યાં તો રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. રખડતા ઢોરને કારણે અનેક લોકોના મોત થયા છે તો અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોય છે. રખડતા ઢોરનો આતંક તો છે જ પરંતુ રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. રખડતા શ્વાનનો આતંક સ્માર્ટ શહેર ગણાતા અમદાવાદથી સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર 14 માસના બાળક પર શ્વાને હુમલો કર્યો છે. જુહાપુરા વિસ્તારમાં બાળક ઘરના દરવાજા આગળ રમી રહ્યું હતું ત્યારે શ્વાને તેની પર હુમલો કર્યો. ઘટનાની જાણ થતા આસપાસના લોકો ત્યાં આવી ગયા અને બાળકને શ્વાનના મુખથી બહાર લાવ્યા. બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે અને સારવાર અર્થે તેને હોસ્પિટલ ખસેડાયો છે. 

Surat News: સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત, બે વર્ષના બાળક ઉપર હુમલો,  terror-of-stray-dogs-continues-in-surat-stray-dogs-attacked-a-child-in-two-years

રખડતા શ્વાનના ત્રાસથી ક્યારે મુક્તિ મળશે તે એક સવાલ છે! 

બાળક પર શ્વાનના થતા હુમલાની ઘટના નવી નથી. આની પહેલા પણ આવા કિસ્સાઓ સામે આવ્યા હતા જેમાં શ્વાને બાળક પર હુમલો કરી તેને ઈજાગ્રસ્ત કર્યા હોય. થોડા મહિના પહેલા જુહાપુરાથી આવો કિસ્સો સામે આવ્યો હતો જેમાં સોનલ સિનેમા પાસે કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા શ્રમિકના બાળક પર શ્વાને હુમલો કર્યો હતો. વારંવાર થતી આવી ઘટનાઓ વિચારવા માટે મજબૂર કરે છે કે શું હાઈકોર્ટની ટકોર બાદ જ આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે? રખડતા ઢોર પકડવાની કામગીરી હમણા ચાલે છે કે નહીં તે એક ગંભીર પ્રશ્ન છે..! રખડતા શ્વાનના ત્રાસથી મુક્તિ મળે તેવી માગ લોકો દ્વારા કરવામાં આવી રહી છે. કારણ કે આવો કિસ્સો કોઈની સાથે પણ બની શકે છે. કોઈના બાળક પર રખડતો શ્વાન હુમલો કરી શકે છે..!       



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.