રખડતા ઢોરના હુમલાને કારણે એક પરિવારે ગુમાવ્યો પોતાનો સદસ્ય


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-01 14:58:25

રાજ્ય તેમજ અમદાવાદમાં રખડતા પશુઓની સમસ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. રખડતા પશુઓને કારણે, નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે. ત્યારે ફરી એક વખત રખડતા ઢોરને કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. નરોડા વિસ્તારમાં બાઈક ચાલક ઢોરની અડફેટે આવતા, સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે. નિર્દોષ વ્યક્તિનું મોત થતા લોકોમાં શાંત થયેલો ગુસ્સો ફરી ભડકી ઉઠ્યો છે. 

તંત્રની બેદરકારીને કારણે લોકોનો જઈ રહ્યો છે જીવ 

 AMCની બેદરકારીને કારણે એક પત્નીએ પોતાનો પતિ,એક માતાએ પોતાનો પુત્ર અને દિકરીઓએ તેમના પિતાને ગુમાવ્યા છે.  મૃતકના પરિવારની માગ છે કે જવાબદાર અધિકારી પર ત્વરિત એક્શન લેવામાં આવે. આવો જ એક કિસ્સો થોડા સમય પહેલા બન્યો હતો એક વૃદ્ધનું મોત રખડતા પશુને કારણે નિપજ્યું હતું. ઉપરાંત રાજ્યના પૂર્વ ડે.સીએમ નીતિન પટેલ પર પણ ઢોરે આક્રમણ કર્યું હતું, જેને કારણે તેમને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. આવા તો એક નહી પણ અનેક કિસ્સાઓ છે જેમાં પરિવારે પોતાનો સભ્ય ગુમાવ્યો હોય. 
Nitin Patel injured in Kadi after stray cattle attack - રખડતા પશુએ હુમલો  કરતા નીતિન પટેલ ઈજાગ્રસ્ત – News18 Gujarati
Haryana govt forms Animal Welfare Board - The Statesman

શું સ્વીકારાશે મૃતકના પરિવારની માગ

એક તરફ ખરાબ રસ્તાને કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવી પડી રહી છે તો બીજી તરફ રખડતા પશુઓને કારણે રાહદારીઓ પણ પરેશાની વેઠવા મજબૂર બન્યા છે. બંને સ્થિતિમાં તંત્રની બેદરકારીને કારણે લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. તંત્રની નબળી કામગીરીને લઈ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. હાઈકોર્ટે રખડતા પશુઓને પકડવાની કામગીરી AMCને સોંપી હતી. પરંતુ હાઈકોર્ટની ટકોર બાદ પણ યોગ્ય કામગીરી નથી કરવામાં આવી રહી. ત્યારે મૃતકના પરિવારની માગ છે કે જવાબદાર અધિકારી પર ત્વરિત એક્શન લેવામાં આવે. ત્યારે શું ખરેખર મૃતકના પરિવારની માગ સ્વીકારાશે કે પછી ઢોરને પકડવાની કામગીરીની માફક માત્ર કાગળ પર જ કાર્યવાહી કરવામાં આવશે, તે જોવું રહ્યું. 


ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે