Surendranagarના ધ્રાંગધ્રાના એક કોમ્પ્લેક્ષમાં લાગી આગ, 15 દુકાનો આવી આગની ઝપેટમાં, લાખોનો સામાન બળીને ખાખ


  • Published By :
  • Published Date : 2023-11-07 12:33:55

આગ લાગવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આગ લાગવાને કારણે  માલ-સામાનને તો નુકસાન પહોંચે છે પરંતુ લોકોના જીવન પર પણ સંકટ રહેલું હોય છે. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં આગને કારણે મોટી મોટી દુર્ઘટનાઓ સર્જાઈ હોય. ત્યારે દિવાળી પહેલા સુરેન્દ્રનગરમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે જેમાં કપડાની અનેક દુકાનો બળીને ખાખ થઈ ગઈ. ધ્રાંગધ્રના મુખ્ય બજારમાં આવેલી એક દુકાનમાં આગ લાગી પરંતુ તે આગે વિકરાળ રૂપ લઈ લીધું અને તે આગ 15થી વધારે દુકાનોમાં પ્રસરી ગઈ. દુકાનો ઉપરાંત બ્લડ બેંક તેમજ લેબોરેટરીમાં પણ આગ ભભૂકી ઉઠી હતી. ફાયર ફાઈટરોની ટીમે ઘટનાસ્થળ પર આવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. 

 સુરેન્દ્રનગર: દિવાળી પહેલા જ ધ્રાંગધ્રાની 10થી વધુ દુકાનોમાં ભીષણ આગ લાગી છે. દુકાનોમાં લાગેલી આગને કારણે બાજુમાં આવેલી બ્લડ બેંક તેમજ લેબોરેટરીમાં પણ આગ ભભૂકી ઉઠી છે. હાલ ફાયર ફાઇટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ ભીષણ આગને કારણે સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ છવાયો છે.

 સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં વેદાંત કોમ્પલેક્ષમાં સવારે ભીષણ આગ લાગી હતી. ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં વહેલી સવારે પાંચ વાગ્યે આગ લાગતા 10થી વધુ દુકાનોમાં ફેલાઇ ગયાનું જાણવા મળી રહ્યુ છે. આ સાથે દુકાનોની બાજુમાં આવેલી બ્લડ બેંક તેમજ લેબોરેટરીમાં પણ આગ લાગી છે.

અનેક વેપારીઓની બગડી દિવાળી!

દિવાળીના તહેવારને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તહેવાર દરમિયાન નવા કપડાની ખરીદી સહિતની વસ્તુઓ ખરીદતા હોય છે. દિવાળીને લઈ કપડા બજારમાં પણ લોકોની ચહલપહલ રહેતી હોય છે, વધારે સામાન પણ વેપારીઓએ ભર્યો હોય છે. ત્યારે સુરેન્દ્રનગરમાં અનેક વેપારીઓની દિવાળી બગડી જઈ છે કારણ કે ધ્રાંગધ્રા શહેરમાં આવેલા વેદાંત કોમ્પ્લેક્ષમાં સવારે ભીષણ આગ લાગી હતી અને આ આગની ઝપેટમાં 15 જેટલી દુકાનો આવી ગઈ છે. આગની જ્વાળા અનેક દુકાનોમાં પ્રસરી ગઈ અને દુર્ઘટના ભીષણ બની ગઈ. 

 આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે આ આગ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. જોકે, આ આગ પાછળનું ચોક્કસ કારણ એફએસએલના રિપોર્ટમાં જાણવા મળશે.

 આ અંગે ફાયર બ્રિગેડના ચીફ ઓફિસરે જણાવ્યું છે કે, હજી સુધી આ આગને કારણે કોઈને જાનહાનિ થઇ નથી.

લાખો રુપિયાનો સામાન બળીને ખાખ થયા હોવાનું અનુમાન 

અનેક કારણોસર આગ લાગતી હોય છે. ત્યારે આ ભીષણ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોય તેવું પ્રાથમિક અનુમાન છે. શોર્ટ સર્કિટને કારણે એક દુકાનમાં આગ લાગી અને તે અનેક દુકાનોમાં પ્રસરી ગઈ અને લાખોનો સામાન બળીને ખાખ થઈ ગયો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી નથી જાણી શકાયું. ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લાવવા માટે તજવીજ હાથ ધરી હતી. લાખો રુપિયાનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હોય તેવું અનુમાન હાલ લગાવવામાં આવી રહ્યું છે.      

 ધ્રાંગધ્રાનાં રાજકમલ ચોકમાં વિકરાળ આગ લાગવાથી 10થી વધુ દુકાનો બળીને ખાખ થઇ છે. જેના કારણે દુકાનદારોને લાખો રૂપિયાનું નુકસાન થયાની સંભાવના વર્તાઇ રહી છે.

 ધ્રાંગધ્રાનાં રાજકમલ ચોકમાં વિકરાળ આગ લાગવાથી 10થી વધુ દુકાનો બળીને ખાખ થઇ છે. જેના કારણે દુકાનદારોને લાખો રૂપિયાનું નુકસાન થયાની સંભાવના વર્તાઇ રહી છે.


મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.