Ahmedabad - Rajkot Highway પર Limbadi સર્કલના બ્રિજ પર પડ્યું ગાબડું! સવાલ થાય કે કરોડો રૂપિયા જાય છે ક્યાં?


  • Published By :
  • Published Date : 2024-07-27 17:06:19

બ્રિજ પર મસ મોટા ગાબડા પડવા જાણે સામાન્ય વાત થઈ ગઈ છે. અનેક રસ્તાઓ, બ્રિજ એવા છે જ્યાં ભુવારાજ જોવા મળતો હોય છે. ત્યારે રાજકોટ હાઇવે પર લીંબડી સર્કલ પરના બ્રિજના દ્રશ્યો સામે આવ્યા છે. આ બ્રિજ પર મસમોટું ગાબડું પડ્યું છે. લીંબડી સર્કલ પર આવેલા ઓવરબ્રિજ પર આઠથી દસ ફૂટનું ગાબડું પડતા એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે તંત્રએ મરામતની કામગીરી હાથ ધરી છે. મહત્વનું છે કે જે બ્રિજ પર ગાબડા પડવાની ઘટના સામે આવી છે તે બ્રિજને બને એક વર્ષ પણ નથી થયું , ત્યાં આ રીતે ગાબડું પડતા બ્રિજની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે. 

ઉદ્ધાટનના એક વર્ષની અંદર બ્રિજની થઈ આવી હાલત   

રસ્તાઓના નિર્માણ પાછળ કરોડો ખર્ચ થાય છે. આ બ્રિજના નિર્માણ પાછળ પણ કરોડો રૂપિયા ખર્ચાયા હતા. એક વાત ખુબ અગત્યની છે કે , પુલના આ ભાગમાં વાહન વ્યવહાર બંધ છે , તે છતાં પુલ પર વાઈબ્રેશન થયા કરે છે અને પુલ ધધડે છે . ગઈકાલ રાતથી જ તંત્રએ આ બ્રિજ બંધ કરી દીધો હતો , નહિ તો અહીં ખુબ મોટા અકસ્માતની સંભાવના હતી . ઉદ્ઘાટનના એક વર્ષની અંદર બ્રિજમાં ભુવો પડવો તે ખુબ ચિંતાજનક વાત છે. વાત કરીએ બિહાર રાજ્યની તો ત્યાં તો હાલમાં પુલ તૂટવાની ઋતુ પૂરબહારમાં ખીલી છે . 



પહેલા વરસાદમાં જ ખૂલી જાય છે કામગીરીની પોલ!

તો આ તરફ ગુજરાતમાં રસ્તાઓ પર ભૂવાઓ અને ખાડાઓનું રાજ છે . અને આ ભૂવાઓ અને ખાડાઓએ ભ્રષ્ટાચારનું જીવતું અને જાગતું ઉદાહરણ છે . આ પ્રશ્ન જનતાને થવો જ જોઈએ કે પ્રીમોન્સૂન એકટીવીટીના નામે જે બજેટો ફળવાય છે તે બધા જાય છે ક્યાં? કારણ કે જેવો જ વરસાદ શરુ થાય એટલે રસ્તા પરનો ડામર પાણીની સાથે વહી જાય છે . તો અમને પણ કોમેન્ટ  બોક્સમાં લખીને જરૂર જણાવજો કે , તમારા વિસ્તારમાં કોઈ બ્રિજ કે પછી રસ્તા પર આવા ભૂવાઓ કે ખાડા પડ્યા છે?



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે