સુપ્રીમ કોર્ટે અરજીકર્તાને ગુજરાત હાઈકોર્ટ જવા જણાવ્યું, વકીલના મુદ્દાને પણ ગંભીરતાથી નોંધવા કરી ટકોર


  • Published By :
  • Published Date : 2022-11-21 18:02:53

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ હિમા કોહલીની બંધારણીય પીઠે સુનાવણીમાં જણાવ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટે 30 ઓક્ટોબરે થયેલી મોરબી દુર્ઘટનાનો મામલો ધ્યાને લીધો છે. અરજી કરનારને સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટ જવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે મોરબી દુર્ઘટનામાં પોતાના ભાઈ અને ભાભી ખોનારા દિલીપ ચાવડાના વકીલ દ્વારા ઉઠાવવામાં આવેલા અનેક મુદ્દાઓની પણ નોંધ લીધી હતી. સુપ્રીમ કોર્ટે નોંધ લીધી હતી કે મોરબી નગરપાલિકાના અધિકારીઓ સામે જવાબદારી નક્કી કરવાની જરૂર હતી. દુર્ઘટનામાં મૃત્યુ પામેલાના પરિવારોને યોગ્ય વળતર મળવું જોઈએ. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે અરજી કરનારે રજૂ કરેલા મુદ્દાઓની ગુજરાત હાઈકોર્ટે ગંભીરતાથી નોંધ લેવી જોઈએ. 


ગુજરાત હાઈકોર્ટ આ મુદ્દાઓની નોંધ લેઃ સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે મોરબી દુર્ઘટનાની સુનાવણીમાં જણાવ્યું હતું કે, "અમે દર્શાવેલા મુદ્દાઓ સિવાય પણ ગુજરાત હાઈકોર્ટ સમગ્ર મામલાને બીજા એન્ગલથી પણ જોવા માટે સમય લેય. અરજીકરનાર દિલીપ ચાવડાના વકિલે જે મુદ્દાઓને સુપ્રીમ કોર્ટમાં ઉઠાવ્યા છે તેની ગુજરાત હાઈકોર્ટ નોંધ લેય." જ્યારે અરજીકરનારના વકીલે જણાવ્યું હતું કે, "ગુજરાત તરફથી પણ સ્વતંત્ર તપાસ થવી જોઈએ કારણ કે ગુજરાતના અધિકારીઓની લાપરવાહીના કારણે આ દુર્ઘટના ઘટી છે. 141 લોકોના મોત થયા છે અને કોઈ પણ સરકારી અધિકારી કે નગરપાલિકાના અધિકારી સામે પગલા લેવામાં નથી આવ્યા. આ મામલાના કારણે ચૂંટણીમાં પણ અસર થઈ શકે છે. સરકાર મોટા લોકોને બક્ષી રહી છે જે ઓરેવા ગ્રુપના માલિકો છે." આ મામલે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, "મને ગુજરાત હાઈકોર્ટ પર પૂરો વિશ્વાસ છે. ગુજરાત હાઈકોર્ટ પર ભરોષો ના કરવાનું કોઈ કારણ નથી દેખાઈ રહ્યું. જો અરજીકર્તા હાઈકોર્ટમાં જશે તો હાઈકોર્ટ મુદ્દાને ઉઠાવશે. ગુજરાત હાઈકોર્ટ આ મુદ્દાને પણ સમજે છે અને ગંભીરતાને પણ સમજે છે."  



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.