જોધપુરમાં બની દિલને કંપાવી દે તેવી ઘટના, અંગત અદાવતે લીધો આટલા લોકોનો ભોગ! જાણો ક્યાં બની આ ઘટના


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-19 11:02:15

અનેક વાતોને લઈ પરિવારના સભ્યો વચ્ચે મતભેદ જોવા મળતો હોય છે. જો આપણે વાતથી સહેમત નથી હોતા તો આપણે એ વાત માનવાનો ઈન્કાર કરી લેતા હોઈએ છીએ. પરંતુ કોઈ વખત અંગત અદાવત એ હદે પહોંચી જાય કે હત્યા કરવા પર લોકો આવી પહોંચતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના રાજસ્થાનથી સામે આવી છે. જોધપુરમાં અંગત અદાવતને ધ્યાનમાં રાખી એક જ પરિવારના ચાર સભ્યોને મોતને ઘાટ ઉતારી દીધા છે. પરિવારના સભ્યો ઉંઘતા હતા ત્યારે તેમને સળગાવી દીધા હતા. મૃતકોમાં ચાર મહિનાના બાળકનો પણ સમાવેશ થયો છે.    


પરિવારના ચાર સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ 

હત્યાની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. નાની નાની વાતમાં લોકો હત્યા કરી દેતા હોય છે તેવા પણ આપણી સામે અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. અંગત અદાવતને ધ્યાનમાં રાખી લોકો હત્યા કરતા પહેલા પણ નથી વિચારતા. ત્યારે એક ઘટના રાજસ્થાનથી સામે આવી છે જે તમારા રૂંવાડા ઉભા કરી દેશે. જોધપુરમાં અંગત અદાવતને ધ્યાનમાં રાખી એક જ પરિવારના ચાર સભ્યોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. બુધવાર સવારે તેમના મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના ચૌરાઈ ગામની છે. 


આ ઘટના અંગે પોલીસ કરી રહી છે તપાસ 

આ ઘટના અંગે પોલીસે જણાવ્યું કે મંગળવાર રાત્રે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. રાત્રે 3 વાગ્યાની આસપાસ પરિવારના સભ્યો ઉંઘી રહ્યા હતા અને તે દરમિયાન ધારદાર હથિયારથી પહેલા તેમનું ગળું કાપવામાં આવ્યું હતું. અને તે બાદ ઘરના આંગણામાં તેમને ખસેડવામાં આવ્યા અને ત્યાં લાવી તેમને સળગાવી દીધા હતા. આ હત્યા કયા કારણોસર કરવામાં આવી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. કોણે હત્યા કરી, કેટલા લોકોએ હત્યા કરી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. ગ્રામજનો જ્યારે સવારે ઉઠ્યા ત્યારે તેમણે લાશ જોઈ.    



મંગળવારે મોડી રાતે GIDC વિસ્તારમાં આવેલી કેમિકલ બનાવતી એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ ભયંકર આગ લાગી હતી. આગની ઘટનાના 30 કલાક બાદ 6 કામદારોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.

ટીઆરબી જવાન અને ટ્રાફિક પોલીસ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ માટે પોલીસ કમિશનરે એક સૂચના બહાર પાડી છે. કમિશનરે શહેરના ઉચ્ચ સુપરવાઇઝરી અધિકારીઓને સુચના આપી છે કે મહિનામાં એકવાર ખાનગી ડ્રેસમાં આકસ્મિક ચેકિંગ કરવુ અને રિપોર્ટ પણ આપવો.

આવનાર દિવસોમાં પણ માવઠાનો માર સહન કરવો પડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. માવઠાની આગાહી કરાતા ધરતીપુત્રો ચિંતિત બન્યા છે કારણ કે વાતાવરણમાં કોઈ પણ ફેરફાર થાય છે તો તેની સીધી અસર ખેતી પર પડતી હોય છે.

ગુજરાતમાં હાર્ટ એટેકથી થતા મોત મોટી ચિંતાનો વિષય બન્યા છે. જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં સૂકી કચોરીના કારણે જાણીતા જૈન વિજય ફરસાણના વેપારી સુમિત પઢીયાર (24)નું હાર્ટ એટેકથી મોત થયું છે.