Suratમાં બની દિલને કંંપાવી દે તેવી ઘટના, લગ્ન માટે પ્રેમીકાએ ના પાડી તો પ્રેમીએ લીધો પ્રેમીકાનો જીવ! જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-09-15 16:41:53

એક સમય હતો જ્યારે ગુજરાતને મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. એક સમય હતો જ્યારે દીકરી મોડી રાત્રે પણ ઘરની બહાર નીકળે તો માતા પિતાને વધારે ટેન્શન ન થતું હતું. પરંતુ હવે તો ગુજરાત પણ મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય નથી ગણવામાં આવતું. અનેક મહિલાઓ દુષ્કર્મનો ભોગ બની રહી છે તો અનેક મહિલાઓ હત્યાનો ભોગ બની રહી છે. મહિલા પર થતા અત્યાચાર વધી રહ્યા છે. 



સુરતમાં બની ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના 

આજે એક હત્યા કાંડની વાત કરવી છે જે થોડા વર્ષો પહેલા બનેલા ગ્રીષ્મા હત્યાકાંડની યાદ અપાવશે. પ્રેમ સંબંધ રહેવાની ના પાડી દેતા પ્રેમીએ ગ્રીષ્માને મોતને ઘાટ ઉતારી દીધી હતી ત્યારે આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો છે. ગુરૂવારે સચિન જીઆઈડીસીમાં આ બનાવ બન્યો છે જેમાં છોકરીએ યુવકને લગ્નની ના પાડી દેતા છોકરી પર જીવલેણ હુમલો કર્યો અને તેની હત્યા કરી દીધી છે. આ ઘટના બાદ અરેરાટી વ્યાપી ઉઠી છે. આ ઘટનામાં પ્રેમીએ પ્રેમિકાને પેચિયાથી મોઢા પર પહેલા ઘા કર્યા અને પછી પથ્થરથી માથું છુંદી દીધું. હત્યા કરી છોકરીની લાશ આગળ 10 જેટલી મિનીટ સુધી બેસી રહ્યો, 



પ્રેમીએ જાહેરમાં કરી પ્રેમીકાની હત્યા 

ગુજરાતમાં ક્રાઈમ રેટ પ્રતિદિન વધી રહ્યો છે. જાહેરમાં અને ઘોળા દિવસે લોકોની હત્યા થઈ રહી છે. રાજ્યમાં લોકોને જાણે કાયદોનો ડર જ ન હોય તેવું લાગી રહ્યું છે. અનેક લોકો હત્યાનો ભોગ બની રહ્યા છે. મહિલાઓ પર અત્યાચાર સતત વધતા જઈ રહ્યા છે. મહિલાઓ અત્યાચારનો ભોગ બની રહી છે. ત્યારે સુરતમાં પ્રેમીકાની હત્યા પ્રેમીએ કરી દેતા દરેક જગ્ચા પર તેની ચર્ચા થઈ રહી છે. આ હત્યા કાંડ ગઈકાલે બન્યો હતો. સચિન જીઆઈડીસીમાં એક પ્રેમીએ પોતાની પ્રેમીકાની નિર્મમ હત્યા કરી દીધી છે. 


ત્રણ વર્ષથી હતો બંને વચ્ચે પ્રેમ સંબંધ 

મળતી માહિતી અનુસાર સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં શૈલેષ વિશ્વકર્મા અને નિલકુમારી વિશ્વકર્મા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. બંને પાડોશી હતા. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ શૈલેષના સ્વભાવમાં બદલાવ આવવા લાગ્યો. નિલકુમારીને માનસિક ત્રાસ આપવાની શરૂઆત કરી. આ ત્રાસ વધતા નિલકુમારીએ સંબંધ તોડી નાખ્યો. અન્ય વ્યક્તિ સાથે નિલકુમારીની સગાઈ નક્કી કરવામાં આવી. આ વાતની જાણ શૈલેષને જાણ થઈ અને તે આ વાતને સ્વીકારી ન શક્યો અને બદલો લેવાનું વિચાર્યું. બદલો લેવાની ભાવનામાં શૈલેષે તમામ હદ વટાવી દીધી. ગુરૂવારે પ્રેમીએ પ્રેમીકા પર પહેલા હુમલો કર્યો અને તે બાદ પથ્થરથી માથું છૂંદી દીધું.



પોલીસે કરી આરોપીની ધરપકડ 

આ ઘટના જ્યારે બની ત્યારે ત્યાં આસપાસ અનેક લોકો ઉભા હતા પરંતુ કોઈ પણ છોકરીનો જીવ બચાવી ન શક્યા. આ ઘટના અંગે જ્યારે પરિવાર જનોને જાણ થઈ ત્યારે તેમના તળીયા નીચેથી જમીન ખસી ગઈ હતી. મૃતક દીકરીના પિતાએ જણાવ્યું કે અગાઉ પણ હત્યાની ધમકી આપવામાં આવી હતી. દીકરીની સગાઈ નવરાત્રીમાં થવાની હતી પરંતુ તે પહેલા જ દીકરીની હત્યા થઈ ગઈ. પોતાની પ્રેમીકાને માર્યા બાદ પ્રેમી લાશ પાસે 10 મીનિટ જેટલું બેસી રહ્યો.. થોડા સમય સુધી બેસી આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી. આ ઘટનાને લઈ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.



પ્રેમમાં અનેક પ્રેમીઓ ખોઈ દે છે પોતાનો પિત્તો 

આવી ઘટનાઓ સતત વધતી ગઈ રહી છે. આવી ઘટનાઓને જોતા એક પ્રશ્ન થાય કે કેવી રીતે કોઈ પ્રેમી પોતાની પ્રેમિકાને મારી શકે? આવી ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. લગ્નની જ્યારે ના પાડવામાં આવે છે ત્યારે પ્રેમીઓ પોતાનો પિત્તો ખોઈ બેસે છે. પોતાના દ્વારા શું કરવામાં આવે છે તેની પણ તેમને જાણ હોતી નથી? કોઈનું જીવન છીનવી લેવાનો કોઈને અધિકાર નથી.        



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.