Dhoraji-Upleta હાઈવે નજીક બની Hit And Runની ઘટના! ગાડીની અડફેટે આવતા એક મહિલાએ ગુમાવ્યો જીવ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-12 12:29:35

અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પ્રતિદિન અકસ્માતમાં અનેક લોકોના મોત થઈ રહ્યા છે તેવા સમાચારો સામે આવતા હોય છે. ત્યારે વધુ એક અકસ્માત રાજકોટમાં બન્યો છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત ધોરાજી - ઉપલેટા હાઈવે પર ITI પાસે સર્જાયો છે. કારની અડફેટે આવતા 42 વર્ષીય સોનલબેન ગંગાજાળીયાનું મોત નીપજ્યું છે. નેશનલ હાઈવે પર ઈકો કારની અડફેટે આવતા 42 વર્ષની મહિલાનું મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં ધોરાજી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  

News18 Gujarati

ગાડીની અડફેટે આવતા 42 વર્ષીય મહિલાનું નિપજ્યું મોત!   

હિટ એન્ડ રનની ઘટના પ્રતિદિન બની રહી છે. વાહનની અડફેટે આવતા લોકોના  મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થઈ પથારીવશ પણ થયા છે. અનેક ઘટનાઓ એવી હોય છે જેમાં અકસ્માત એટલો ભયંકર સર્જાય છે કે તેના દ્રશ્યો જોઈ મન વિચલિત થઈ જતું હોય છે. અનેક પરિવારનો માળો અકસ્માતને કારણે વિખેરાયો છે ત્યારે વધુ એક અકસ્માત રાજકોટના ધોરાજીમાં સર્જાયો છે. ગાડીની અડફેટે આવતા 42 વર્ષીય મહિલાનું મોત નિપજ્યું છે. જે મહિલાનું મોત થયું છે તેનું નામ સોનલબેન છે. સારવાર અર્થે તેમને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ તેમનું મોત થઈ ગયું હતું. પોલીસે ગુન્હો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. 

News18 Gujarati

અનેક પરિવારોએ અકસ્માતમાં ગુમાવ્યા છે પોતાના સ્વજન 

મહત્વનું છે કે અનેક આવી ઘટનાઓમાં જોવા મળતું હોય છે કે ઓવર સ્પીડને કારણે અકસ્માત સર્જાય છે. અનેક કિસ્સાઓમાં એવું પણ બને છે કે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવવાને કારણે આવા અકસ્માત બને છે જેમાં કોઈનો જીવ જતો રહે છે. અનેક અકસ્માતો એવા હોય છે જેમાં એક નહીં પરંતુ અનેક લોકોના મોત થતા હોય છે. બે વાહનો વચ્ચે ટક્કર એટલી ભયંકર હોય છે કે વાહનમાંથી મૃતદેહ કાઢવો કઠિન બની જાય છે. ત્યારે આવા અકસ્માતો ઓછા બને તેવી આશા...    



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..