Gujaratનું રાજકારણ ગરમાશે! Jawahar Chavda કઈક નવાજૂની કરે તેવા એંધાણ! સમર્થકો સાથે કરી મીટીંગ! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-16 18:51:42

ભાજપમાં ચાલતો આંતરિક વિવાદ ચરમસીમા પર પહોંચ્યો હોય તેવું લાગી રહ્યું છે... ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

અરવિંદ લાડાણીએ કરી હતી ફરિયાદ કે... 

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી તેમજ પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું..  પરંતુ ગુજરાતની રાજનીતિ દિવસેને દિવસે ગરમાઈ રહી છે.. ભાજપમાં ચાલતો આંતરિક વિવાદ બહાર આવી રહ્યો છે તેવું લાગી રહ્યું  છે. થોડા સમય પહેલા માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ  પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલને પત્ર લખી જવાહર ચાવડાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કર્યાની ફરિયાદ કરી હતી. 


જવાહર ચાવડાએ પોતાના સમર્થકો સાથે કરી ગુપ્ત બેઠક!

અરવિંદ લાડાણીએ કહ્યું હતું કે, ગુજરાત રાજ્યના માજી કેબિનેટ મંત્રી જવાહર ચાવડા દ્વારા તેમના દીકરા તથા તેમના પત્નીને આગળ રાખીને પક્ષ વિરોધી કાર્યવાહી કરી હતી. જવાહર ચાવડાના દીકરાએ 04 મેના રોજ નુતન જીનીંગ ફેક્ટરીમાં કાર્યકરોની મીટિંગ બોલાવી કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવાની હાકલ કરી હતી. અને હવે સમાચાર આવી રહ્યા કે જેને કારણે રાજકારણ ગરમાયું છે. ભાજપ નેતા જવાહર ચાવડા અને તેમના પુત્ર રાજ ચાવડાએ પોતાના સમર્થકોની સાથે ખાનગી બેઠક યોજી હતી. 


શું આવનાર સમયમાં જવાહર ચાવડા કરશે ઘરવાપસી? 

નુતન જીનીગ મિલ ખાતે જવાહર ચાવડા અને પુત્ર રાજ ચાવડાએ પોતાના સમર્થકોની  ખાનગી મીટિંગ બોલાવી હતી. આ ખાનગી મીટિંગ ઘણા બધા પ્રશ્નો ઊભા કરે છે  આ ખાનગી મીટિંગ બાદ જવાહર ચાવડા કંઈક નવાજૂની કરવા જઈ રહ્યા હોય તેવું સ્થાનિક નેતાઓમાં ચર્ચાઈ રહ્યું છે. વાતો તો એવી પણ થાય છે કે જવાહર ચાવડા ઘરવાપસી પણ કરી શકે છે. જોકે અમે આ બાબતે એમને ફોન કર્યો હતો પણ વાત થઈ શકી નથી. પણ દિલ્હીમાં જાય એ પહેલા જવાહર ચાવડા કંઈક નવું ગતકડું લાવે તેવું લાગી રહ્યું છે.. 


પત્રમાં શું લખ્યું હતું અરવિંદ લાડાણીએ? 

અરવિંદ લાડાણીના પત્ર બાદ સતત જવહાર ચાવડાનું નામ ચર્ચામાં છે. અરવિંદભાઈએ લેટરમાં લખ્યું હતું.

જય ભારત સાથ જણાવવાનું કે ૧૧ પોરબંદર લોકસભાની ચુંટણી તથા ૮૫ માણાવદર વિધાનનસભાની ચુંટણીમાં છેલ્લા દિવસોમાં ગુજરાત રાજયના માજી કેબીનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા દ્વારા તેમના દીકરા તથા તેમના પત્નીને આગળ રાખીને માણાવદર શહેરમાં તા. ૦૪-૦૫-૨૦૨૪ ના રોજ તેમની નુતન જીનીંગ ફેકટરીમાં તેમના નજીકમાં અંદાજે ૭૦૦ થી ૮૦૦ કાર્યકરોની સાંજે મીટીંગ બોલાવી ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર મનસુખભાઇ માંડવીયા તેમજ ધારાસભાના ઉમેદવાર તરીકે મારો નામ જોગ ઉપયોગ કરીને અમારી વિરુદ્ધ કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવાની હાકલ જવાહરભાઈ ચાવડાના દીકરા રાજભાઇ ચાવડાએ કરી હતી. 


ત્રણ નેતાઓને આવ્યું દિલ્હીથી તેડું!

ત્યારબાદ પ્રદેશ નેતાગીરીએ ત્રણ નેતાને દિલ્હી હાઇકમાન્ડ સાથે મુલાકાત કરવા કહ્યું છે તેવી માહિતી સામે આવી છે. દિલ્હીથી ત્રણેયને તેડું આવ્યું છે જેમાં મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હકુભા જાડેજા ,સાંસદ નારણ કાછડિયા અને જવાહર ચાવડા છે... ભાજપ નેતા ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુભા જાડેજાએ જામનગર બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમ માડમને હરાવવા ભરપૂર પ્રયાસ કર્યો હોવાનું સ્થાનિક નેતાઓમાં ચર્ચાઈ રહ્યું છે જેના કારણે તેમણે સસ્પેન્ડ કરવાની માંગ ઉઠી હતી. હવે ભાજપમાં શું નવાજૂની થાય છે નેતા સસ્પેન્ડ થાય છે કે પછી એની પહેલા પક્ષપલટો કરે છે તે જોવાનું રહ્યું. એક તરફ ગરમીનું પ્રમાણ વધી રહ્યું તો બીજી તરફ ઝાડને કાપવામાં આવી રહ્યા છે. પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે.. પ્રદૂષણ ઘટે તે માટે વધારેમાં વધારે વૃક્ષો વાવા જોઈએ તેવી વાતો સાંભળી હશે

દેશમાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. પાંચમા તબક્કા અંતર્ગત મતદાન ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો મતદાનનો વાયરલ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી દરમિયાન બોગસ વોટિંગ કરતો એક યુવાન પોતાના સોશિયલ મીડિયા પર તે વીડિયો મૂકે છે અને બતાવે છે કઈ રીતે એ 8 વારએ મતદાન કરે છે..

ગુજરાત જાણે અગનભઠ્ઠામાં ફેરવાઈ ગયું હોય તેવું લાગે છે.. ગરમીનું તાપમાન પ્રતિદિન વધી રહ્યું છે જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. ગરમી ક્યારે ઓછી થાય તેની રાહ જોઈ રહ્યા છે. અનેક જિલ્લાઓ માટે ઓરન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે.

ગુજરાત એટીએસ દ્વારા ચાર શંકાસ્પદ વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યા છે.. અમદાવાદ એટીએસે અમદાવાદ એરપોર્ટ પરથી મૂળ શ્રીલંકન અને આઈએસઆઈએસ સાથે જોડાયેલા આતંકીઓને ઝડપી પાડ્યા છે.