તથ્યકાંડ 2.0! છોકરાઓએ ફૂલ સ્પીડમાં રોલા પાડવા Live કર્યુ 140 ની સ્પીડને પછી.. વીડિયો જોઈને રૂંવાડા ઉભા થઈ જશે...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-16 18:44:12

રોડ અકસ્માતમાં અનેક નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે... થોડા સમય પહેલા તથ્ય પટેલ દ્વારા એક અકસ્માત સર્જાયો હતો જેમાં અનેક લોકો કાળનો કોળિયો બન્યા હતા. જે કાંડને આપણે ક્યારેય નહીં ભુલી શકીએ... સવાલ એ થાય કે એ ઘટના પરથી આપણે કંઈ શીખ્યા ખરી? અનેક લોકો હા પાડશે તો અનેક લોકો ના પાડશે... અનેક લોકો ધીમે ગાડી ચલાવતા થઈ ગયા હશે પરંતુ અનેક લોકો એવા પણ હશે જે હજી પણ ફૂલ સ્પીડમાં ગાડી ચલાવતા હશે.. અનેક લોકોમાં તો કંઈ ફેર જ નહીં પડ્યો. ફરી એક વાર મોતનો એવો live વિડીયો આણંદથી આવ્યો છે જે જોઈને તમારા રૂંવાટા ઉભા થઈ જાય...! 

ગાડીની સ્પીડ પહોંચી 140 પર...

આજકાલ ગુજરાતમાં અકસ્માતોની અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..  


યુવાનો ગાડીમાં બેસી કરી રહ્યા હતા પાર્ટી

સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થયો છે તે વીડિયોમાં પાંચેય યુવકો પાર્ટી કરતા, જોરથી મ્યુઝિક પર નાચતા દેખાય છે. લાઈવ કરી દર્શકોને લાઇવ બતાવવા માંગતા હતા એટલે અત્યારની ભાષામાં કહીએ તો કલર મારતા દેખાય છે. લાઈવમાં દેખાય છે કે ગાડી 140ની સ્પીડે પહોંચી છે જો એ યુવાનોની વાત કરીએ તો, સાત યુવાનો કારમાં મુંબઈથી પાછા આણંદ આવતાં હતા. યુવાનોએ 140 કિમીની ઝડપે કાર ભગાવી હતી અને ઈન્સ્ટાગ્રામ પર લાઈવ કર્યું. ઓવરટેક કરતા ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો અને કાર ટકરાઈ જેમાં 4 યુવાનોના મોત થઈ ગયાં... 


ભૂતકાળમાંથી આપણે ક્યારે શીખીશું? 

વારંવાર બનતી આવી ઘટનાઓ આપણને એ બતાવે છે કે આપણે ભૂતકાળમાંથી કશું શિખતા જ નથી. આપણી આદત થઈ ગઈ છે બૂમો પાડવાની કે આટલા મોત થયા એની પાછળ જવાબદાર કોણ? પણ આ યુવાનોને કોણ સમજાવશે કે રોલા પાડવા માટે પોતાનો અને બીજાનો જીવ જોખમમાં ના નાખવો જોઈએ. હજુ પણ બહુ વાર નથી થઈ. લોકો ભૂતકાળમાં બનેલી ઘટનાઓમાંથી કંઈ શીખે અને સુધારી જાય તો સારું..  અને માં બાપ પણ આ યુવાનોને ગાડીની ચાવી આપતા પહેલા એ જોવે કે એમના છોકરા એને કાબિલ છે કે નહીં? કોઈનો જીવ લેવાનો કોઈને અધિકાર નથી.! 



ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.